Charotar Sandesh
સ્પોર્ટ્સ

લોકેશ રાહુલ ’૩૬૦ ડિગ્રી’ બેટ્‌સમેન છે : સંજય માંજરેકર

ન્યુ દિલ્હી : પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકરે લોકેશ રાહુલે હેમિલ્ટન વનડેમાં રમેલી ૮૮ રનની અણનમ ઇનિંગ્સના વખાણ કર્યા છે. આ ઇનિંગ્સ દરમિયાન રાહુલે ૪૯મી ઓવરમાં જેમ્સ નીશમના બોલમાં સ્વિચ હિટમાં સિક્સ મારી હતી. આ શોટ જોઈને માંજરેકર પ્રભાવિત થયા અને કહ્યું કે, રાહુલ મિસ્ટર ૩૬૦ ડિગ્રી બેટ્‌સમેન છે. તેમના અનુસાર, રાહુલ એકમાત્ર એવો બેટ્‌સમેન છે જે દરેક પ્રકારના શોટ્‌સ રમે છે અને તેમ છતાં ક્લાસિકલ દેખાય છે.

કિવિઝ સામેની પ્રથમ વનડેમાં રાહુલ ફરી એકવાર મિડલઓર્ડરમાં બેટિંગ કરવા ઉતર્યો હતો. તેણે ૬૪ બોલમાં ૩ ફોર અને ૬ સિક્સની મદદથી અણનમ ૮૮ રન ફટકાર્યા હતા. તેની સ્ટ્રાઇક રેટ ૧૩૭.૫૦ની હતી. તેની ઇનિંગ્સ થકી ભારતે ૫૦ ઓવરમાં ૪ વિકેટે ૩૪૭ રન કર્યા હતા.

રાહુલે કિવિઝ સામેની ટી-૨૦ સીરિઝમાં શાનદાર બેટિંગ કરી હતી. ઓપનર તરીકે તેણે ૫ મેચમાં ૨ ફિફટી સહિત ૨૨૪ રન કર્યા હતા. તેણે છેલ્લી ૧૦ ઇનિંગ્સ ( વનડે અને T-૨૦)માં પાંચ વાર પચાસનો આંકડો પાર કર્યો છે.
પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરે તાજેતરમાં કહ્યું હતું કે, રાહુલ પાસેથી ઓપનિંગ ન કરાવવાનો વિચાર ખોટો છે. ટીમ મેનેજમેન્ટે લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલ પાસેથી જ ઇનિંગ્સની શરૂઆત કરાવી જોઈએ.

Related posts

ટી-૨૦ મહિલા વર્લ્ડકપઃ ન્યૂઝીલેન્ડને ૪ રને હરાવી ભારતનો સેમિફાઇનલમાં પ્રવેશ…

Charotar Sandesh

ભારતીય એથ્લેટ્‌સે ૧૫૦૦ મીટર રેસમાં ૪ મેડલ જીત્યા…

Charotar Sandesh

ડેવિડ વોર્નર આઇપીએલમાં રમવા માટે તૈયાર…

Charotar Sandesh