Charotar Sandesh
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ–અમદાવાદ સ્વામિનારાયણ મંદિર તથા ગુરૂકુળો દ્વારા રાહતનીધીમાં રૂા. ૩.૭૦ કરોડની સહાય…

વડતાલ :  શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આપેલ ‘‘સર્વજીવ હિતાવહ’’ ના સંદેશ અનુસાર શ્રી સ્વામિનારાયણ મુળ સંપ્રદાયની અમદાવાદ-વડતાલ ગાદીના તાબાના મંદિરો તથા ગુરૂકુળો દ્વારા કોરોના વાયરસની મહામારીના સંકટ સમયે મુખ્યમંત્રીના રાહતફંડમાં રૂા. ૩.૭૦ કરોડની સહાય પુરી પાડવામાં આવી હોવાનું વડતાલ સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌત્તમપ્રકાશદાસજીએ જણાવ્યું હતું.

આજે કોરોનાની મહામારીને કારણે સમગ્ર દેશમાં કોરોનાના સંક્રમણને રોકવા લોકડાઉન કરવામાં આવેલ છે. આ મહામારીને જડમૂળથી નિર્મૂળ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા જે અગમચેતીના પગલા લેવાઇ રહ્યા છે તે સરાહનીય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં પોતાના આશ્રિતોને આપત્તિકાળમાં જરૂરિયાતમંદ લોકોની સેવા કરવી તેમ જણાવેલ છે વડતાલ સ્વામિનારાયણ મંદિર દેશમાં જ્યારે જ્યારે કોઇ કુદરતી આપત્તિ આવી પડે ત્યારે સરકારની સાથે ખભેખભો મીલાવી સેવા કરી રહ્યું છે. દેશમાં પુર, ધરતીકંપ કે રોગચાળાની આપત્તિ હોય ત્યારે જરૂરિયાત મંદોને દવા, જમવાનું તથા કપડાની સેવા પુરી પાડે છે. હાલમાં વિશ્વ જ્યારે કોરોના વાયરસની મહામારીના કારણે અસ્ત વ્યલ્ત થઇ રહ્યું છે ત્યારે ‘શ્રી હરિના’ સર્વજીવ હિતાવહના સંદેશ અનુસાર શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન હર હંમેશની જેમ દેશની સેવા માટે કટીબધ્ધ છે. વડતાલ દેશના પ.પુ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના શુભ આર્શીવાદ સાથે આ ‘‘ કોરોના મહામારી’’ ને નાથવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના રાહત ફંડમાં વડતાલ મંદિર દ્વારા રૂા. ૫૦ લાખનો ચેક સંસ્થાના ચેરમેન દેવપ્રકાશસ્વામીએ મુખ્યમંત્રીને અર્પણ કર્યો હતો.

આ પ્રસંગે મંદિરના આસી.કોઠારી ડો.સંતસ્વામી, શ્યામવલ્લભસ્વામી, અગ્રણી હરિભક્ત ચેતનભાઇ રામામી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શ્રી સ્વામિનારાયણ મંદિર ગઢપુરધામ દ્વારા રૂા. ૫૧ લાખ, શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ દ્વારા ૨૫ લાખ, શ્રી સ્વામિનારાયણ મંદિર જુનાગઢ દ્વારા રૂા. ૧૧ લાખ, શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ કણભા દ્વારા રૂા. ૨૫ લાખ, શ્રી સ્વામિનારાયણ મંદિર સરધાર દ્વારા રૂા.૨૧ લાખ, શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્થાન દ્વારા રૂા.૨૭ લાખ, શ્રી ધર્મજીવનદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા રૂા.૧૧ લાખ, શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ સલવાવ વાપી દ્વારા રૂા.૨ લાખ, સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા રૂા.૧૧ લાખ, સ્વામિનારાયણ મંદિર મૂળીધામ દ્વારા રૂા. ૧૧ લાખ, સ્વામિનારાયણ ડિવાઇન મીશન દ્વારા રૂા. ૧૧ લાખ, હનુમાનજી મંદિર બળદીયા દ્વારા રૂા. ૧૧ લાખ તથા અમદાવાદ શ્રી સ્વામિનારાયણંદિર કાલુપુર ધામ દ્વારા રૂા.૫૧ લાખ અને શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ ધામ દ્વારા રૂા.૫૧ લાખ મળી કુલ રૂા. ૩.૭૦ કરોડ આ કોરોના વાયરસની મહામારીના સંકટ સમયે આર્થિક સેવા કરવામાં આવી છે.

આ ઉપરાંત વડતાલ તેમજ અમદાવાદ તાબાના મંદિરો દ્વારા જરૂરીયાત મંદ લોકોને તેમજ પોલીસ કર્મીઓને જમવાની – ચા નાસ્તાની વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે. હરિયાળા ગુરૂકુળ દ્વારા નાસ્તાની તેમજ ઉમરેઠ સ્વામિનારાયણ મંદિર દ્વારા અનાજ કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવે છે. વડતાલ મંદિર દ્વારા જરૂરીયાત મંદ વ્યક્તિઓને જમવાની વ્યવસ્થા સાથે સાથે મુંગા અબોલ પશુઓ ગાયોને દરરોજ ઘાસચારો તેમજ કુતરાઓ માટે દુધ-ભાતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Related posts

કોંંગ્રેસમાં છેલ્લા ૩૭ વર્ષથી કાર્યરત એવા ભૂતપૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ ર૦૦થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા

Charotar Sandesh

૪૦૦થી વધુ લોકો ભેગા થતાં પોલીસે ગરબાના આયોજકની ધરપકડ કરી

Charotar Sandesh

આણંદ : શીટ કવરની દુકાનની છતનું પતરું કાપી તસ્કરો ૯૦ હજારની ચોરી કરી રફ્ફૂ…

Charotar Sandesh