Charotar Sandesh
ઈન્ડિયા

વડાપ્રધાન મોદીએ બિહારમાં ૫૪૩.૨૮ કરોડની ૭ પરિયોજનાઓનું કર્યું શિલાન્યાસ…

દેશના વિકાસને નવી ઉંચાઈ અપાવનાર લાખો એન્જિનિયરો આપે છે બિહારઃ પીએમ

પટના : બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યને ઘણી નવી ભેટો આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બિહારમાં નમામી ગંગાને લગતા અનેક પ્રોજેક્ટ્‌સ શરૂ કર્યા. આ દરમિયાન પ્રધાનમંત્રીએ સંબોધનમાં કહ્યું કે રાષ્ટ્ર નિર્માણના આ કામમાં બિહારનો મોટો ફાળો છે, બિહાર તો દેશના વિકાસને નવી ઉંચાઈ અપાવનાર લાખો એન્જિનિયરો આપે છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં વિપક્ષની પણ નિંદા કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હવે કેન્દ્ર અને બિહાર સરકારના સંયુક્ત પ્રયત્નોને કારણે બિહારના શહેરોમાં પીવાના પાણી અને ગટર જેવી પાયાની મૂળ સુવિધાઓમાં નિરંતર સુધારો થઈ રહ્યો છે. છેલ્લા ૪-૫ વર્ષમાં મિશન અમૃત અને રાજ્ય સરકારની યોજનાઓ હેઠળ લાખો પરિવારો બિહારના શહેરી વિસ્તારોમાં પાણીની સુવિધા સાથે જોડાયા છે. આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં પીએમ મોદી બિહારની જનતાને અનેક વખત સંબોધન કરી ચૂક્યા છે. લગભગ દસ દિવસના અંતરાલમાં બિહારને કેન્દ્રની તરફથી લગભગ ૧૬ હજાર કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ સોગાદ મળી.
પીએમ મોદીએ કહ્યું કે રસ્તાઓ, શેરીઓ, પીવાનું પાણી, આવી ઘણી મૂળ સમસ્યાઓ કાં તો ટાળી દેવામાં આવી છે અથવા જ્યારે પણ આ કામમાં સામેલ થાય છે ત્યારે કૌભાંડાનો કારણે અટવાઇ જાય છે. વડાપ્રધાને કહ્યું કે જ્યારે શાસન ઉપર સ્વાર્થનીતિ હાવી થઇ જાય છે, વોટબેંકનું તંત્ર સિસ્ટમને દબાવવા લાગે છે, તો સૌથી વધુ અસર સમાજના એ વર્ગને પડે છે જે પ્રતાડિત છે, વંચિત અને શોષિત છે. બિહારના લોકોએ આ પીડાને ઘણા દાયકાઓ સુધી સહન કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા ૧ વર્ષમાં જળ જીવન મિશન અંતર્ગત સમગ્ર દેશમાં ૨ કરોડથી વધુ પાણીના કનેકશન આપી દેવામાં આવ્યા છે. આજે દેશમાં દરરોજ ૧ લાખથી વધુ ઘરો પાઈપો દ્વારા પાણીના નવા કનેકશનથી જોડાઈ રહ્યા છે, શુધ્ધ પાણી ફક્ત જીવનને વધુ સારું બનાવતા નથી પરંતુ ઘણી ગંભીર રોગોથી પણ બચાવે છે.
ગંગાને અડીને આવેલા ગામોનો વિકાસ કરવામાં આવશે નમામી ગંગેને લઇ પી.એમ. એ કહ્યું કે ગંગાને અડીને આવેલા ગામોને ગંગા ગામ બનાવવામાં આવશે, સાથો સાથ ગટરમાંથી પસાર થતા ગંદા પાણીને પણ અટકાવવામાં આવશે. બિહાર અંગે પીએમ મોદીએ કહ્યું કે બિહારની ભૂમિ એ આવિષ્કાર અને ઇનોવેશનનો પર્યાય છે, આપણા ભારતીય એન્જિનિયરોએ આપણા દેશના નિર્માણમાં અને વિશ્વના નિર્માણમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. તે કામ કરવા માટેનું સમર્પણ હોય અથવા તેમનું બારીક વિઝન, ભારતીય એન્જિયનિરોની વિશ્વમાં એક અલગ જ ઓળખ છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજે જે ચાર યોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવે છે તેમાં પટના શહેરના બેઉર અને કારમલીચક ખાતે ગટરના શુદ્ધિકરણ પ્લાન્ટ તેમજ અમૃત યોજના હેઠળ સીવાન અને છપરામાં પાણી સંબંધિત જોડાયેલા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

Related posts

Vaccine India : ત્રીજી લહેર વચ્ચે દેશમાં માત્ર ૭.૬ ટકા લોકોને જ મળી સંપૂર્ણ રસી

Charotar Sandesh

મોંઘવારીનો ડબલ ડોઝ : એલપીજી સિલિન્ડરના ભાવમાં વધુ ૨૫ રૂપિયાનો વધારો…

Charotar Sandesh

કોંગ્રેસના ધારાસભ્યો ગઠબંધનની સરકારથી નાખુશઃ યેદિયૂરપ્પા

Charotar Sandesh