Charotar Sandesh
ઈન્ડિયા

વડાપ્રધાન મોદીના અહંકારથી જવાન-કિસાન એકબીજાની સામ-સામે આવ્યાઃ રાહુલ ગાંધી

ન્યુ દિલ્હી : એક તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડુતો વિરુદ્ધ સરકારની કાર્યવાહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અહંકાર ગણાવ્યો હતો. ત્યારે કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ સરકાર અબજોપતિ મિત્રો માટે કાર્પેટ બિછાવે છે પરંતુ જો ખેડૂત દિલ્હી આવે છે તો તેના રસ્તાઓ ખોદવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ PM મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલે ટ્‌વીટ કર્યું, એક ખૂબ જ દુઃખદ ફોટો છે. અમારું સૂત્ર ’જય જવાન જય કિસાન’ હતું, પરંતુ આજે ઁસ્ મોદીના ઘમંડથી જવાન ખેડૂત એકબીજાની સામ સામે આવી ગયા છે.
તે જ સમયે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ભાજપ સરકારમાં દેશની સિસ્ટમ જુઓ. ભાજપ સરકાર અબજોપતિ મિત્રો માટે રેડ કાર્પેટ બિછાવે છે પરંતુ જો ખેડૂત દિલ્હી આવે છે તો તેના રસ્તાઓ ખોદવામાં આવી રહ્યા છે. તેમણે દિલ્હીમાં ખેડૂતો વિરુદ્ધ કાયદો બનાવ્યો, પરંતુ જો સરકારને પોતાની રજુઆત કહેવા માટે ખેડૂત દિલ્હી આવ્યા તો તે ખોટું?

Related posts

બોલીવુડ સિંગર કનિકા કપૂરને કોરોના પોઝીટીવ : ભારત આવ્યા બાદ બે આલીશાન પાર્ટી પણ કરી હતી…

Charotar Sandesh

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના ભાઈના ઠેકાણા પર ઇડીના દરોડા…

Charotar Sandesh

વસ્તી વધારાને કારણે બેરોજગારીનો દર વધ્યો છે : યોગી આદિત્યનાથ

Charotar Sandesh