Charotar Sandesh
ગુજરાત

વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવી શકે છે…

આગામી ૧૪ અને ૧૫ ડિસેમ્બરે સોલાર પ્લાન્ટ તથા એનર્જીપાર્કનું છે ખાતમૂહુર્ત…

કચ્છ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૪ અને ૧૫ ડિસેમ્બરે કચ્છની મુલાકાતે આવે તેવી શક્યતા છે. વડાપ્રધાનના આ બે દિવસીય પ્રવાસના આયોજન માટે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર તેમજ રાજ્ય સ્તરેથી વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો કે સત્તાવાર રીતે હજી આ કાર્યક્રમની પુષ્ટી કરવામાં આવી નથી. ગત ૩૦ નવેમ્બરે વડાપ્રધાન કચ્છની મુલાકાતે આવે તેવું આયોજન ગોઠવાયું હતું ,જોકે પાછળથી આ કાર્યક્રમ રદ થયાનું જણાવી સૂત્રોએ ઉમેર્યું હતું કે આગામી ૧૪ અને ૧૫ ડિસેમ્બરે આ કાર્યક્રમ યોજાઈ શકે છે.
ટેન્ટ સિટીમાં કરશે રોકાણબે દિવસની મુલાકાતે આવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ રણોત્સવની ટેન્ટ સિટીમાં રોકાણ કરે તેવી શક્યતા છે. કચ્છના મીઠાના રણમાં રણોત્સવનું આયોજન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને દેશ-વિદેશમાં પ્રખ્યાત કર્યુ છે તેમજ કચ્છના પ્રવાસનને વેગ આપ્યો છે. વડાપ્રધાન મોદી પોતે પણ સફેદ રણ પ્રત્યે લગાવ ધરાવે છે તેથી અહીં તેમના રોકાણની શક્યતાઓ વધુ છે.

Related posts

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સફાળું જાગ્યું : શાળાની આસપાસ ફાસ્ટ ફૂડ વેચવા પર પ્રતિબંધ…

Charotar Sandesh

ભાજપના રીટાબેન પટેલે કાયદાકીય પ્રણાલી વિના મેયર પદ સંભાળતા વિપક્ષ દ્વારા હોબાળો

Charotar Sandesh

સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ : રફ ડાયમંડની ખરીદી ૧૦ વર્ષના તળિયે પહોંચી…

Charotar Sandesh