Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરાની કંપની જીએસએફસીના વધુ ચાર કર્મી કોરોનાગ્રસ્ત થતા ખળભળાટ…

કુલ કોરોના વાયસરના કેસોની સંખ્યા ૧૯ થઈ…

વડોદરા : ગુજરાત સરકારની કંપની જીએસએફસી કોરોનાના ભરડામાં ફસાઈ ચુકી છે. આજે વધુ ચાર કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા હવે જીએસએફસીમાં અત્યાર સુધીમાં કોરોનામાં સપડાયેલા કર્મચારીઓની સંખ્યા ૧૯ પર પહોંચી ચુકી છે. જેમાંથી એક કર્મચારીનુ મોત થઈ ચુક્યું છે. આજે જે કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે તેમાં સિક્યુરિટી વિભાગના વધુ બે કર્મચારીનો સમાવેશ થાય છે. હવે જીએસએફસીના મેડિકલ ડિપાર્ટમેન્ટમાં પણ કોરોનાનો પગપેસારો થયો છે. જેમાં એક લેબ ટેકનિશિયન અને એક નર્સને કોરોનાનુ સંક્રમણ લાગ્યુ છે. આ પૈકીના ત્રણ ફર્ટિલાઈઝર નગરમાં જ રહે છે.
આમ જીએસએફસીના કર્મચારીઓની ટાઉનશીપ પણ ઝડપથી કોરોનાના હોટ સ્પોટમાં ફેરવાઈ રહી છે. દરમિયાન મેડિકલ ડિપાર્ટમેન્ટમાં કોરોના પહોંચ્યા બાદ અહીંયા ફરજ બજાવતા ડોક્ટરો અને કેટલાક સ્ટાફનુ પણ અલગ અલક પ્રાઈવેટ હોસ્પિટલમાં ટેસ્ટિંગ કરાવવામાં આવ્યુ છે. જો કે કર્મચારી આલમમાં એવી ચર્ચા ચાલી છે કે, કેટલાક ડોક્ટરોએ પ્રાઈવેટ લેબ ટેકનિશિયનને બોલાવીને કંપનીના મેડિકલ સેન્ટરમાં ટેસ્ટિંગ કરાવ્યુ હતુ. જીએસએફસીને કોરોનાના પંજામાંથી બહાર કાઢવામાં મેનેજમેન્ટ પણ અત્યાર સુધી નિષ્ફળ રહ્યુ છે.
જેના પગલે કર્મચારીઓમાં ફફડાટ વધી રહ્યો છે. કર્મચારીઓનુ માનવુ છે કે હવે સરકારે પણ આ મામલામાં હસ્તક્ષેપ કરવાની જરુર છે. કારણ કે કોરોનાના કેસ વધતા રહેશે તો શક્ય છે કે, કર્મચારીઓ ફરજ પર આવવાનો ઈનકાર કરી દે અથવા તો ભયના માર્યા રજા મુકી દે. બીજી તરફ આગામી દિવસોમાં ચોમાસાના કારણે ખાતરની માંગ પણ વધવાની છે ત્યારે કોરોનાની અસર ખાતરના ઉત્પાદન પર ના પડે તે જોવાનો પડકાર પણ સરકાર સામે સર્જાઈ શકે છે.

Related posts

રાત્રિ કર્ફ્યૂનો ફાયદો ઉઠાવતાં તસ્કરો : બિલ ગામમાં એક સાથે આઠ દુકાનના તાળા તૂટ્યા…!

Charotar Sandesh

અમૂલ બ્રાન્ડ્‌સનું વાર્ષિક ટર્નઓવર અધધધ રૂ. ૪૫૦૦૦ કરોડે પહોંચ્યું…!!

Charotar Sandesh

વડોદરામાં કોરોના વાયરસની સંખ્યા ૪૫૭એ પહોંચી : વધુ ૨ ટ્રેનમાં પરપ્રાંતિયોને વતન યુપી મોકલાયા…

Charotar Sandesh