Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરા : જય રણછોડ ગ્રુપ દ્વારા બિલ ગામમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમ યોજાયેલ…

વડોદરા : જય રણછોડ ગ્રુપ બિલ ગામ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના મન કી બાત કાર્યક્રમ બીલગામમાં યોજાયેલ હતો. જેમાં સૌ ગ્રામજનોએ ૨૦૨૧ની પ્રથમ મન કી બાત કાર્યક્રમમાં ભાગ લઈ વડાપ્રધાનને સાંભળ્યા હતા.

  • 2021ની પ્રથમ મન કી બાત : વડાપ્રધાન મોદીએ ખેડૂત આંદોલનની હિંસાનો ઉલ્લેખ કર્યો, કહ્યું-26 જાન્યુઆરીએ તિરંગાના અપમાનથી દેશ દુઃખી…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રેડિયો પર ૨૦૨૧ની પ્રથમ મન કી બાત કરી હતી. જેમાં મોદીએ કહ્યું કે ૨૬ જાન્યુઆરીએ તિરંગાના અપમાનને જોઈને દેશ ખૂબ દુઃખી થયો. આપણે આવનારા સમયને નવી આશા અને અપેક્ષાઓથી ભરવાનો છે. આપણે અસાધારણ ક્ષમતાનો પરિચય આપ્યો છે અને આગળ પણ આપણે એમ જ કરવાનું છે. વર્ષની શરૂઆતની સાથે જ કોરોનાની વિરુદ્ધ લડાઈને પણ એક વર્ષ પુરું થયું છે. વેક્સિનેશન પ્રોગ્રામ દુનિયામાં ઉદાહરણ બની રહ્યો છે. ભારત દુનિયાનો સૌથી મોટો વેક્સિનેશન પ્રોગ્રામ ચલાવી રહ્યો છે. આપણે દુનિયામાં સૌથી ઝડપથી પોતાના નાગરિકોને વેક્સિનેશન કરી રહ્યા છીએ. ૧૫ દિવસમાં જ ૩૦ લાખથી વધુ કોરોના વોરિયર્સને રસી અપાઈ ચૂકી છે. અમેરિકાને આ કામમાં ૧૮ અને બ્રિટનને ૩૬ દિવસ લાગ્યા હતા.

  • Ravi Patel, Vadodara

Related posts

હોળી-ધૂળેટીના દિવસે વડોદરા પાસેથી પસાર થતી નર્મદા-મહીસાગર નદીમાં ન્હાવા પર પ્રતિબંધ…

Charotar Sandesh

આણંદ-વડોદરામાં આ તારિખે વરસાદની આગાહી : ૨૪ કલાકમાં પ તાલુકામાં ભારે પવન સાથે નોંધાયો વરસાદ

Charotar Sandesh

એજન્ટ થકી દુબઈના શારજહામાં ગયેલ આણંદ-વડોદરાના યુવતી-યુવકો ફસાયા : સાંસદ દ્વારા પ્રયાસો શરૂ

Charotar Sandesh