બિલ ગામ અને આસપાસની સોસાયટીઓમાં ૧૨૦૦ જેટલી સેનિટાઈઝરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ છે…
વડોદરા : ગુજરાત સહિત દેશ-વિદેશમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાયો છે. જેને લઈ કોરોના સામેના જંગ માટે વડાપ્રધાન મોદીએ સૌને ઘર બહાર ન નીકળવાની અપીલ કરી લોકડાઉન જાહેર કરેલ છે.
જેથી કોરોના સંક્રમણને અટકાવવા માટે સાવચેતીના ભાગરૂપે શ્રી રણછોડરાય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જય રણછોડ ગ્રુપના સહયોગથી બિલ ગામમાં સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં બિલ ગામ અને આસપાસની સોસાયટીઓમાં ૧૨૦૦ જેટલી સેનિટાઈઝરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ છે.
- Ravi Patel, Vadodara