Charotar Sandesh
બોલિવૂડ

વરુણ ધવનના લગ્ન બાદ કરન જોહરે, કહ્યું- ’મારો દીકરો મોટો થઈ ગયો’

મુંબઈ : વરુણ ધવન તથા નતાશા દલાલે ૨૪મી જાન્યુઆરીના રોજ અલીબાગમાં લગ્ન કર્યા હતા. વરુણના લગ્ન બાદ ડિરેક્ટર કરન જોહરે ઈમોશનલ પોસ્ટ શૅર કરી હતી. કરન જોહરે લગ્નમાં હાજરી આપી હતી. કરન જોહરે કહ્યું હતું, ’આ પોસ્ટ લખતી વખતે મારી અંદર બહુ બધી મિક્સ લાગણીઓ છે અને એક પછી યાદો નજર સામે આવતી જાય છે. મને આજે પણ યાદ છે કે હું આ બાળકને ગોવામાં મળ્યો હતો. તે સમયે તેના લાંબા વાળ, આંખોમાં બહુ બધા સપના અને એક સ્વેગ હતો, જે બહાર આવવા માટે તલપાપડ હતો.
થોડાં વર્ષ બાદ તેણે મને ફિલ્મ ’માય નેમ ઈઝ ખાન’માં આસિસ્ટ કર્યો હતો. તેની કામ પ્રત્યેની ધગશને હું શાંતિથી જોતો હતો. તે લોકોને એકદમ હસાવી દેતો હતો. જ્યારે તે પહેલી જ વાર મારા માટે કેમેરાની સામે આવ્યો ત્યારે મને તેના માટે તરત જ પ્રેમ અને સંભાળની લાગણી થવા લાગી. મને એવું લાગ્યું કે હું તેના માટે પેરેન્ટ છું. આજે જ્યારે તેણે અગ્નિની સાક્ષીએ પોતાના પ્રેમ સાથે વિશ્વાસ તથા કમિટમેન્ટના ફેરા ફર્યાં ત્યારે ફરી એકવાર મને આ જ અહેસાસ થઈ રહ્યો છે.
મારો દીકરો આજે મોટો થઈ ગયો અને તેના જીવનની સૌથી સુંદર ક્ષણો માટે તૈયાર છે. માય ડાર્લિંગ નતાશા તથા વરુણ બહુ બધી શુભેચ્છા. મારા આશીર્વાદ તથા પ્રેમ હંમેશાં તમારી સાથે છે. પ્રેમ…. ’ વરુણ ધવને ૨૦૧૨માં કરન જોહરની ફિલ્મ ’સ્ટૂડન્ટ ઓફ ધ યર’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ તથા સિદ્ધાર્થ મલ્હોત્રા હતા. આલિયા તથા સિદ્ધાર્થે પણ આ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ હિટ રહી હતી.

Related posts

અજય દેવગણે ૨૦ આઇસીયુ બેડની ઈમર્જન્સી હોસ્પિટલ માટે ૧ કરોડ ડોનેટ કર્યા…

Charotar Sandesh

‘એવેન્જર્સઃ એન્ડગેમ’એ ભારતમાં પહેલા દિવસે જાણો કેટલી કમાણી કરી

Charotar Sandesh

‘ફાની’ પીડિતોને અક્ષય કુમારે એક કરોડ રૂપિયાનું દાન કર્યું

Charotar Sandesh