Charotar Sandesh
બોલિવૂડ

વરુણ ધવને ‘કુલી નંબર ૧’નું નવું પોસ્ટર શૅર કર્યું…

મુંબઇ : વરુણ ધવન તથા સારા અલી ખાનની ફિલ્મ ‘કુલી નંબર ૧’ પહેલી મેના રોજ રિલીઝ થવાની હતી. જોકે, કોરોનાવાઈરસને કારણે લૉકડાઉન હોવાથી આ ફિલ્મ રિલીઝ થઈ શકી નહોતી. નવી રિલીઝ ડેટ હજી સુધી જાહેર કરવામાં આવી નથી. હવે, વરુણ ધવને ફિલ્મનું નવું પોસ્ટર શૅર કર્યું હતું.

પોસ્ટરમાં વરુણ ધવને માસ્ક પહેર્યું છે. વરુણ ધવન વ્હાઈટ ટોપી તથા કપાળ પર ચાંદલા સાથે જોવા મળે છે. તેણે આ ફિલ્મનું પોસ્ટર શૅર કરીને કહ્યું હતું કે અમે તમને હસાવવા માટે જરૂરથી આવીશું. આ વચન છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ ૧૯૯૫માં આવેલી ડેવિડ ધવનની ફિલ્મ ‘કુલી નંબર ૧’ની રિમેક છે. આ ફિલ્મમાં ગોવિંદા તથા કરિશ્મા કપૂર હતાં. વરુણ ધવન પિતા સાથે ત્રીજીવાર કામ કરી રહ્યો છે. આ પહેલાં વરુણે ‘મૈં તેરા હિરો’ તથા ‘જુડવા ૨’માં કામ કર્યું હતું.

Related posts

સુશાંત આત્મહત્યા કેસઃ જે કપડા વડે ફાંસો ખાધો તેનો એફએસએલ ટેસ્ટ થશે…

Charotar Sandesh

આ વખતે સોનાક્ષીએ ટિ્‌વટર પર એક સેલ્ફી શેર કરતા ઉડી મજાક…

Charotar Sandesh

દેશભરમાં ચર્ચામાં આવેલ ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને મુખ્યમંત્રીએ ગુજરાતમાં કરમુક્ત કરી

Charotar Sandesh