Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

વાસદ પાસેથી ડાલાના ગુપ્ત ખાનામાં લઈ જવાતો ૧૨૨.૦૫ કિલો પોશ ડોડા સાથે બે પકડાયા…

આણંદ : વાસદ પોલીસે ટોલનાકા નજીકથી એક પીકઅપ ડાલાના ગુપ્ત ખાનામાં છુપાવીને લઈ જવાતા ૧૨૨.૦૫ કિલોગ્રામ પોશ ડોડા સાથે બે રાજસ્થાનીઓને ઝડપી પાડીને એનડીપીએસ ધારાની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસ અધિક્ષક અજીત રાજયાણ નાઓએ પ્રોહી તથા નેશનલ હાઈવે ઉપર ગેરકાયદેસર હેરફેર ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ કડક હાથે ડામી દેવા આપેલ સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક બી.ડી.જાડેજા નાઓના માર્ગદર્શન મુજબ વાસદના પોસઈ પી.જે. પરમાર તથા પોલીસ સ્ટાફના માણસો વાસદ ટોલનાકાએ વાહન ચોકીંગમાં હતા. દરમ્યાન વડોદરા તરફથી એક બોલેરો પીકઅપ ગાડી નં. એમપી૪૧જીએ૨૨૮૩ ની આવતા સદર ગાડીમાં પ્રોહી. અંગે શકવહેમ જતા ગાડીને ઉભી રાખી ચેક કરતા બોલેરો ગાડીના ડ્રાઈવર તથા સાથેના માણસે ગાડીમાં શું ભરેલ છે તે બાબતે કોઈ સત્ય હકીકત ન જણાવતા તેમજ ગાડીમાં બનાવેલ ગુપ્ત ખાનું કેવી રીતે ખુલે છે તે ન જણાવતા સદર ગાડી તથા બંને ઈસમોને વાસદ પોલીસ સ્ટેશને લાવતા ઈસમોની પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે ગાડીના ગુપ્ત ખાનું બનાવેલ છે જેમાં પોષડોડા ભરેલ છે જેથી આ અંગે જી.એન.પરમાર પોઈન્સ એસઓજી આણંદ નાઓને જાણ કરતા તેઓ વાસદ પો.સ્ટે. આવેલ તેમજ પંચો તથા એફએસએલ અધિકારી નાઓની રૂબરૂમાં સદર ગાડીના ગુપ્ત ખાનામાં ભરેલ પોષડોડા કુલ ૧૨૨.૦૫ કિ.ગ્રામ જેની કિ.રૂ. ૩,૬૬,૧૫૦ ના મુદ્દામાલ સાથે બંને આરોપીઓને પકડી એનડીપીએસ એક્ટ મુજબ જી.એન.પરમાર, પો.ઈન્સ એસઓજી આણંદ તથા વાસદ પોલીસે સાથે રહી કાયદેસરની કાર્યવાહી કરી ગુનો રજી. કરી તપાસ કાર્યવાહી કરેલ છે.

  • Jignesh Patel, Anand

Related posts

ખેડા દૂધ ઉત્પાદક સંઘ વિવાદ : ૨૩ ઓક્ટોબરે મતદાન માટે હાઈકોર્ટે આપી છૂટ…

Charotar Sandesh

આણંદના વિદ્યાનગર ખાતે નલ સે જલ તથા ચીલર પ્લાન્ટનું લોકાર્પણ સી.આર.પાટીલે કર્યું

Charotar Sandesh

ખંભાતમાં થયેલા તોફાનો અંગે મોટો ખુલાસો, બહારથી લોકોને લાવી કરાવ્યો હતો હુમલો

Charotar Sandesh