Charotar Sandesh
ગુજરાત

વિજય નેહરાની બદલીને લઇને રાજકારણ ગરમાયું, કોંગ્રેસે ગણાવી મુર્ખામી…

બદલવાના હતા ગુજરાતના વિજયભાઇ અને બદલી કઢાયાં અમદાવાદના વિજયભાઇ…

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ત્યારે દેશભરમાં લોકડાઉન ૪.૦ નો આજથી અમલ શરૂ થઇ ગયો છે. ત્યારે ગુજરાતમાં આજની બેઠક બાદ આવતી કાલથી લોકડાઉન ૪.૦ અમલ શરૂ કરવામાં આવશે. જો કે ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની વધતી સંખ્યા તેમજ લોકડાઉન ૪.૦ અમલ કરાવાની વચ્ચે ગઇકાલે કરાયેલ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાની બદલીને લઇને કોંગ્રેસ નેતાઓએ તીખી પ્રતિક્રિયા આપી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાની બદલીને લઇને રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા AMC કમિશ્નર વિજય નેહરાની બદલીના નિર્ણયને વખોડવામાં આવ્યો છે. જેને લઇને કોંગ્રેસ પ્રદેશ પ્રમુક અમિત ચાવડાએ ટવિટ કરી સરકાર પર નિશાન તાક્યું છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે વિજય નેહરાને રાત-દિવસ કામ કરવાની સજા મળી છે. આ સાથે સરકારને આડે હાથ લેતા કહ્યું કે વિજય નેહરાની બદલીને કોંગ્રેસ સરકારની મુર્ખામી ગણાવે છે. અમિત ચાવડાએ કહ્યું કે વિજય નેહરાને વધુ ટેસ્ટ કરવાની સજા મળી. આ સાથે કહ્યું કે વિજય નેહરા રાજ્યના સાચા આંકડા જાહેર કરવાની પણ સજા મળી છે. ઉલ્લેખનીય છે કે વિજય નેહરાને અમદાવાદ મનપા કમિશ્નર પદેથી બદલી કરાઇ છે. આ સેથે વિજય નેહરાને ગ્રામ્ય વિકાસ કમિશ્નર બનાવાયાં છે.

આ સાથે કોંગ્રેસના અન્ય નેતા જયરાજસિંહ પરમારે છસ્ઝ્ર કમિશ્નર વિજય નેહરાની બદલીને લઇને સરકારને ટોણો મારતાં કહ્યું કે, ’બદલવાના હતા ગુજરાતના વિજયભાઇ અને બદલી કઢાયાં અમદાવાદના વિજયભાઇ’. જયરાજસિંહ પરમારે કહ્યું અમદાવાદ મહાનગરપાલિકાના કમિશ્નરની કરેલી બદલી ખુબ દુઃખદ છે. શહેરમાં કોરોનાને સામેની જંગ જીતવા જેમણે તનતોડ મહેનત કરી અને જીવના જોખમે કામ કર્યું તેમને સરકારે આ ફળ આપ્યું ?
આ સાથે વિજય નહેરાની બદલીને લઇને જયરાજસિંહે જણાવ્યું કે રાજ્યમાં સારા અધિકારીઓની બદલીને કારણે અધિકારી વર્ગ અને રાજ્યની જનતાના મનોબળ પર તેની અસર જોવા મળે છે. આ સાથે જે સરકારી કર્મચારી હશે તે નિષ્ઠાપૂર્વક કામ કરતાં ખચકાશે. કોરોનાની લડતમાં ઉણાં ઉતરેલાં વિજય નહેરા પર રાજ્ય સરકારે આકરા પગલાં લીધા છે. વિજય નહેરાને અમદાવાદ શહેરના કમિશનર પદેથી હટાવી રાજ્યના ગ્રામીણ વિકાસ કમિશનર બનાવાયા છે. વિજય નહેરાની બદલીના એંધાણ ત્યારે જ આવી ગયા હતા જ્યારે તેઓ ૧૪ દિવસ કોરોન્ટાઈન હતા.

Related posts

ભાજપના પ્રમુખ સીઆર પાટીલ થયા કોરોનામુક્ત, આવતીકાલે અપાશે રજા…

Charotar Sandesh

પેટા ચૂંટણી પહેલા કૉંગ્રેસમાં ભંગાણ, મોરબી જિ.પં. પ્રમુખ ભાજપમાં જોડાયા…

Charotar Sandesh

વડોદરામાં અનોખો વિરોધ : માલધારીઓએ શ્રાદ્ધ પક્ષમાં રખડતા કૂતરાઓને દૂધ પીવડાવ્યું

Charotar Sandesh