Charotar Sandesh
સ્પોર્ટ્સ

વિશ્વની સૌપ્રથમ ઓનલાઇન શૂટિંગ ચેમ્પિયનશિપ ૧૧મી જુલાઈથી થશે પ્રારંભ…

નવી દિલ્હી : દુનિયાની સૌપ્રથમ ઓનલાઇન શૂટિંગ લીગ ચેમ્પિયનશિપ ચોથી જુલાઈથી શરૂ થઈ રહી છે જેમાં ઓસ્ટ્રિયન રોક્સ અને ઈટાલિયન સ્ટાઈલ ટીમો વચ્ચે મુકાબલાનો પ્રારંભ થશે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ બીજા દિવસે ઈટાલિયન સ્ટાઈલ વિરુદ્ધ પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. ફ્રેંચ ફ્રોગ્સનો દસમી જુલાઈએ ઈઝરાયેલ માબારોતા સામે મુકાબલો થશે જયારે ઓસ્ટ્રેલિયન રોક્સનો મુકાબલો ૧૧મી જુલાઈએ ઇન્ડિયન ટાઇગર્સ સામે થશે. સ્પેનિશ ચાનોસ ૧૨મીએ ફ્રેંચ ફ્રોગ્સ સામે ટકરાશે. ટુર્નામેન્ટની સેમિફાઇનલ ૧૮મી અને ૧૯મી જુલાઇના રોજ યોજાશે જ્યારે ફાઇનલ ૨૬મી જુલાઇએ રમાશે. ત્રીજા સ્થાન માટેનો મુકાબલો ૨૫મીએ યોજાશે.

દરેક ટીમમાં ત્રણ રાઇફલ શૂટર્સ અને એક કોચ હશે જે ‘ઝૂમ’ ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા ટુર્નામેન્ટમાં ભાગ લેશે. ટુર્નામેન્ટમાં વિશેષરૂપે ડિઝાઇન કરેલા ‘રેસ ટુ ટેન’ ફોર્મેટનો ઉપયોગ કરવામાં આવશે. લીગ શરૂ કરનારા ભૂતપૂર્વ શૂટર શિમોન શરીફે કહ્યું કે ‘શૂટર્સ નિશાન સાધશે જેમના પર તેમને પોઈન્ટ આપવામાં આવશે. જે પણ ટીમ પહેલી ૧૦ પોઈન્ટ સુધી પહોચશે તેમને વિજેતા જાહેર કરવામાં આવશે. ટુર્નામેન્ટમાં કુલ ૧૦ મેચોનું આયોજન થશે જેનું સીધું પ્રસારણ ‘ઇન્ડિયન શૂટિંગ’ ના ફેસબુક પેજ પર કરવામાં આવશે.

Related posts

ઇજાગ્રસ્ત ખેલાડીઓ માટે આઇપીએલની ટાઇમિંગ જવાબદાર : જસ્ટિન લેંગર

Charotar Sandesh

વિરાટ કોહલીએ આલુ પ્રત્યેનો પોતાનો પ્રેમ બતાવવા લખ્યો લવ લેટર, સો.મીડિયામાં વાયરલ…

Charotar Sandesh

લંકા પ્રીમિયર લીગ પર કોરોનાનો કહેર, અનેક સ્ટાર ખેલાડી થયા કોરોના સંક્રમિત

Charotar Sandesh