Charotar Sandesh
વર્લ્ડ

વિશ્વભરમાં ૪૦.૧૩ લાખ કેસ, ૨.૭૬ લાખ લોકોના મોત…

હોંગકોંગમાં તમામ જીમ, બ્યુટી પાર્લર્સ, ઝૂ અને બાર ખુલ્યા…

ફ્રાન્સમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૪૩ લોકોના મોત; ચીનમાં માત્ર ૧૫ એક્ટિવ કેસ…

પેરિસ : યુરોપિયન દેશ ફ્રાન્સમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૪૩ લોકોના મોત થયા છે. આ સાથે અહીં કુલ મૃત્યુઆંક ૨૬ હજાર ૨૦૦ થયો છે. અહીં ૧૭ માર્ચના રોજ લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. ધીમે ધીમે હવે તેમા છૂટ અપાઈ રહી છે.

વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના ૪૦ લાખ ૧૨ હજાર ૮૩૭ કેસ નોંધાયા છે. ૨ લાખ ૭૬ હજાર ૨૧૬ લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે. તો બીજી તરફ ૧૩ લાખ ૮૫ હજાર ૧૪૧ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.
હોંગકોંગમાં તમામ જીમ, બ્યુટી પાર્લર્સ, ઝૂ અને બાર ખુલ્યા છે. જોકે અહીં આવનાર લોકોએ ગાઈડલાઈનનું કડક રીતે પાલન કરવાનું રહેશે. ચીનમાં હાલ માત્ર ૧૫ જ એક્ટિવ કેસ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં ૧૩ લાખ ૨૧ હજાર ૭૮૫ કેસ નોંધાયા છે. જેમા ૭૮ હજાર ૬૧૫ લોકોના મોત થયા છે. વ્હાઈટ હાઉસના કહ્યા મુજબ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઈરસ અને ગ્લોબલ ઈકોનોમી અંગે જર્મની અને સાઉદી અરેબિયા સહિતના વિશ્વના નેતાઓ સાથે વાતચીત કરી છે.

Related posts

પાકિસ્તાનનો ડ્રામા કે ડર ? હાફિઝ સઇદની ધરપકડ : જેલમાં ધકેલાયો

Charotar Sandesh

અમેરિકા બરફના તોફાનની ઝપેટમાં, ૨,૦૦૦ ફ્લાઇટ રદ…

Charotar Sandesh

ટ્રમ્પ સામે જો બિડેનના જીતવાની શક્યતા ૮૬.૧ ટકા : ચૂંટણી સર્વેક્ષણ

Charotar Sandesh