Charotar Sandesh
વર્લ્ડ

વિશ્વમાં છેલ્લા ૧૩ દિવસથી કોરોનાના નવા ૨ લાખથી પણ વધુ કેસ નોંધાયા…

અમેરિકામાં ૩૯ લાખથી વધુ નોંધાયા કેસ…

ન્યુ દિલ્હી : વિશ્વમાં કોરોના સંક્રમણના કેસો જુલાઈ મહિનામાં સતત વધ્યા છે. ૧૨ અને ૧૩ જુલાઈને બાદ કરતાં ૭ જુલાઈથી ૧૯ જુલાઈ સુધીમાં કોરોના સંક્રમણનો આંક ૨ લાખથી નીચે આવ્યો નથી. વિશ્વમાં કોરોના મહામારીની સંખ્યા અમેરિકા, બ્રાઝીલ અને ભારતમાં સતત વધી રહી છે. વિશ્વમાં કોરોના સંક્રમણનો આંક ૧,૪૬,૮૭,૭૧૦ થઈ ચૂક્યો છે. વિશ્વમાં અત્યાર સુધી કોરોના મહામારીને કારણે ૬.૧૦ લાખ લોકોના મોત થયા છે. વિશ્વમાં અત્યાર સુધી ૮૭.૭૦ લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. સામે વિશ્વમાં હજુ પણ ૫૩ લાખથી વધુ એક્ટિવ કેસ છે. જેમાં ૫૯ હજાર લોકોમાં સ્થિતિ ક્રિટિકલ જોવા મળી રહી છે.

વિશ્વમાં સૌથી વધુ સંક્રમણના કેસો અમેરિકામાં ૩૯ લાખને પાર થયા છે. જ્યાં ૧.૪૩ લાખ લોકોના મોત પણ થયા છે. વર્લોમીટરના આંક મુજબ અમેરિકા, બ્રાઝીલ અને ભારતમાં સ્થિતિ વધારે કફોડી બની છે. રશિયા તેમજ સાઉથ આફ્રિકામાં પણ કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે.

Related posts

કોરોના વાયરસનો પ્રકોપ : વિશ્વભરમાં કોરોનાથી ૧૮,૯૦૦થી વધુનાં મોત…

Charotar Sandesh

ભારત-ચીન વચ્ચે ગંભીર સ્થિતિ, બંને દેશો સાથે વાત કરી રહ્યું છે અમેરિકા : ટ્રમ્પ

Charotar Sandesh

મૂળ ભારતીય અમેરિકન વૈજ્ઞાનિકે કોરોનાની ચાર એન્ટી વાયરસ દવાઓ શોધી…

Charotar Sandesh