Charotar Sandesh
વર્લ્ડ

વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી : દુનિયા કોરોનાના બીજા તબક્કા માટે તૈયાર રહે…

ઓછી આવકવાળા દેશમાં સંક્રમણ ફેલાવાની ચિંતા…

જિનિવા : વિશ્વ આરોગ્ય સંસ્થાના ઈમરજન્સી પ્રોગ્રામના પ્રમુખ ડો. માઈક રેયાને કહ્યું કે હાઈડ્રોક્સીક્લોરોક્વીન કે ક્લોરોક્વીનનો ઉપયોગ માત્ર ક્લિનિકલ ટ્રાયલ પૂરતો થવો જોઈએ. આ બન્ને દવાનો ઉપયોગ ઘણી બીમારીની સારવારમાં થઈ રહ્યો છે. તે કોરોના સારવાર માટે પણ અસરકારક સાબીત થઈ છે. પરંતુ સાઈડ ઈફેક્ટને જોતા તેનો ઉપયોગ માત્ર ક્લિનિકલ ટ્રાયલ માટે થવો જોઈએ.
ડો. રેયાને કહ્યું કે ઘણા દેશોમાં આ દવાનો ઉપયોગ મર્યાદિત કરી દેવાયો છે. તેને મેડીકલ એક્સપર્ટની દેખરેખમાં માત્ર કોરોનાની હોસ્પિટલમાં ઉપયોગ થઈ રહ્યો છે. જોકે દરેક દેશની ઓથોરિટીનું કામ છે કે આ દવાનો ઉપયોગ કરવો કે ન કરવો તેનું મુલ્યાંકન કરવામાં આવે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ગેબ્રિયેસસના કહેવા મુજબ વિશ્વમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ સ્થિતિમાં પહોંચીવળવા માટે લાંબો રસ્તો કાપવાનો છે. તેઓએ ખાસ કરીને ઓછી અને મધ્યમ આવક ધરાવનાર દેશો અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે બુધવારે ૨૪ કલાકમાં ૧ લાખ છ હજાર નવા કેસ નોંધાય છે. તેમાંથી ચાર દેશમાં સૌથી વધારે કેસ નોંધાયા છે.
રશિયામાં વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રવક્તા મેલિટા વુજનોવિકે કહ્યું કે કોરોના સંક્રમણનો બીજા તબક્કો શરૂ થવાની આશંકા છે. લોકોએ આ વાત સમજી લેવી જોઈએ. લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.

Related posts

USA : ન્યૂ મેક્સિકોમાં એર બલૂન વિજળીની લાઇન સાથે અથડાતા વિસ્ફોટ : ૫ના મોત…

Charotar Sandesh

વોર પાવરને મંજૂરી : અમેરિકાની સંસદમાં ઈરાન વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહીનો પ્રસ્તાવ પાસ…

Charotar Sandesh

અમેરિકાના સાઉથ ટેક્સાસમાં ફાયરિંગમાં ૨ પોલીસ અધિકારીઓના મોત…

Charotar Sandesh