Charotar Sandesh
ગુજરાત

વેતનના પડતર પ્રશ્નો અંગે એલઆઇસીના કર્મચારીઓ હડતાલ પર ઉતરશે…

નડિયાદ : એલ.આઈ.સી કર્મચારીઓ આવતીકાલે એક દિવસની હડતાલનું એલાન કર્યું છે. એલ.આઈ.સીના આઈ.પી.ઓ અને વિમાક્ષેત્રમાં વિદેશી કંપનીઓ રોકાણની મંજૂરી સામે તથા વિલંબિત વેતતના પડતર પ્રશ્નો અંગે આ હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે.
નેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ ઈન્સ્યોરન્સ વર્કસ તેમજ સાથી સંગઠન દ્વારા બહાર પાડવામાં આવેલ યાદીમાં જણાવ્યા મુજબ એલ.આઈ.સીના આઈ.પી.ઓ તથા વિમાક્ષેત્રમાં ૭૪% એફ.ડી.આઇ કરવાના નિર્ણય સામે વિરોધ કરવામાં આવ્યો છે. સાથે સાથે ૪૫ મહિનાથી કર્મચારીઓના વિલંબિત વેતનના મુદ્દે બાયો ચઢાવી એક દિવસની હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. આવતીકાલે ૧૮મી માર્ચના રોજ સંકળાયેલા તમામ કર્મચારીઓ એક દિવસની હડતાલ પર ઉતરી પોતાનો વિરોધ વ્યક્ત કરશે.

Related posts

રાજ્યમાં અપૂરતા સ્ટોકથી વેક્સિનેશન ‘મહાઅભિયાન’ નું સુરસુરિયું…!

Charotar Sandesh

૩૭ વર્ષ બાદ જયરાજસિંહ પરમારના કોંગ્રેસને રામ રામ : બે-ત્રણ દિવસમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા

Charotar Sandesh

રાજ્ય સરકારને કોરોના ઘટાડવા અંગે સલાહ આપનાર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જ કોવિડ ગાઈડલાઈન્સ ભૂલ્યા !

Charotar Sandesh