Charotar Sandesh
વર્લ્ડ

વ્હાઇટ હાઉસે ટિ્‌વટર હેન્ડલ પરથી મોદી સહિત છ ટિ્‌વટર હેન્ડલને અનફોલો કર્યા…

USA : કોરોના વાયરસ મહાસંકટની વચ્ચે જ્યારે યુ.એસ. હાઈડ્રોક્સીક્લોરોક્વિન દવાની જરૂર હતી ત્યારે ભારતે આગળ આવી તેમની મદદ કરી હતી. આ વચ્ચે થોડાક દિવસ બાદ વ્હાઇટ હાઉસે સોશિયલ મીડિયા પર વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભારતના ૬ ટિ્‌વટર હેન્ડલને ફોલો કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ હવે થોડાક દિવસ બાદ વ્હાઇટ હાઉસે એક વખત ફરી આ દરેકને અનફોલો કરી દીધા છે.

ભારતે જ્યારે કોરોના વાયરસથી લડત માટે હાઇડ્રોક્સીક્લોરોક્વીન આપવાનો નિર્ણય લીધો તે બાદ ૧૦ એપ્રિલે વ્હાઇટ હાઉસના ટિ્‌વટર હેન્ડલે અનેક ભારતીય ટિ્‌વટર હેન્ડલને ફોલો કર્યા.

તેમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વડાપ્રધાન કાર્યાલય, રાષ્ટ્રપતિ ભવન, અમેરિકામાં ભારતીય દૂતાવાસ અને ભારતમાં અમેરિકી દૂતાવાસને ફોલા કરવામાં આવ્યા છે. તે સિવાય ભારતમાં અમેરિકાના રાજદૂત કેન જસ્ટરને પણ ફોલો કર્યા હતા. આ દરેકની સાથે વ્હાઇટ હાઉસ દ્રારા ફોલો કરવામાં આવેલા લોકોની સંખ્યા ૧૯ થઇ ગઇ હતી. જેમા દરેક વિદેશી હેન્ડલ ભારતથી સંબંધ રાખતા હતા.

હવે થોડાક દિવસ બાદ વ્હાઇટ હાઉસે ફરીથી આ દરેક ટિ્‌વટર હેન્ડલને અનફોલો કરી દીધા છે અને ફરીથી માત્ર અમેરિકી પ્રશાસન ડોનાલ્ડ ટ્રમ્પથી જોડાયેલા ટિ્‌વટર હેન્ડલને ફોલો કરવાનું શરૂ કરી દીધું છે. વ્હાઇટ હાઉસ હવે માત્ર ૧૩ ટિ્‌વટર હેન્ડલને ફોલો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેને લઇને અનેક ચર્ચાઓ અને અટકળો શરૂ થઇ ગઇ છે.

  • Nilesh Patel

Related posts

હવે અમેરિકામાં ૨ લાખ ભારતીયોને વોટ આપવાનો અધિકાર મળ્યો, જાણો વિગત

Charotar Sandesh

કેનેડાની એટવુડ અને બ્રિટનની એવરિસ્ટોને સંયુક્ત રીતે બુકર પ્રાઇઝથી સન્માનિત કરાયા…

Charotar Sandesh

ફેસબુક કંપનીનું વિભાજન કરવાની વણમાગી સલાહને ઝકરબર્ગે ફગાવી દીધી

Charotar Sandesh