Charotar Sandesh
ગુજરાત

શંકરસિંહ વાઘેલાની સક્ષમતા પર મોદીને પણ ભરોસો છે : રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ

રાજકોટ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી આજે રાજકોટ શહેર કોંગ્રેસની પ્રથમ કારોબારી બેઠક મળી હતી. ચૂંટણીમાં કાર્યકરોમાં થયેલી નારાજગી દૂર કરવાનો પ્રયાસ તેમજ વિવિધ પ્રશ્નો કાર્યકરોના સાંભળવામાં આવ્યા હતા. શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં ફરી આવવાની ચર્ચાને લઈને રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પ્રદીપ ત્રિવેદીએ કહ્યું હતું કે, શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં આવે તો પણ કોંગ્રેસ ક્યારેય વ્યક્તિ આધારિત પક્ષ રહ્યો નથી.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જોકે શંકરસિંહ વાઘેલાના આવવાથી કોંગ્રેસની સંખ્યા પણ વધશે. શંકરસિંહ વાઘેલાને આત્મજ્ઞાન થાય અને ફરી જોડાય તો બાપુની સક્ષમતા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ ભરોસો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર કોંગ્રેસમાં અવારનવાર જૂથવાદ સામે આવતો હોય ત્યારે આજની કારોબારી બેઠકમાં તમામ લોકોને અને આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આજની કારોબારી બેઠકમાં કોઈ જ જૂથવાદ જોવા મળ્યો ન હતો. માત્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ ગેરહાજર રહ્યા હતા. તેને લઈને પ્રદીપ ત્રિવેદી કહ્યું હતું કે, તેમનો જન્મદિવસ હોવાથી તેઓ ગેરહાજર રહ્યા છે. તેઓને પણ હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અને વિપક્ષ નેતાના પતિ સાથેની ઓડિયો ક્લિપ વાઇરલ થઇ હતી અને વિવાદ સજાર્યો હતો.

Related posts

કોરોનાનું જોર યથાવત : રાજ્યમાં નવા ૩૬૪ કેસ, ૨૯ દર્દીના મરણ : 24 કલાકમાં ૩૧૬ ડિસ્ચાર્જ…

Charotar Sandesh

ડાયરામાં ખાનદાનીની ફાંકા-ફોજદારી કરતા કલાકાર દેવાયત ખાવડ સામે FIR નોંધાતા હવે ભૂગર્ભમાં, જુઓ

Charotar Sandesh

હપ્તાખોરી-ભ્રષ્ટાચાર બંધ થાય તો એક દિવસમાં દારૂબંધી થઈ શકે : અમિત ચાવડા

Charotar Sandesh