Charotar Sandesh
ગુજરાત

શાળા-કોલેજો શરૂ કરવા અંગે શિક્ષણમંત્રી દ્વારા મોટો નિર્ણય, 23 નવેમ્બરથી સ્કૂલો ખુલશે…

ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો ખુલશે, ધોરણ 9થી 12ના વર્ગો કેન્દ્રની SOP પ્રમાણે શરૂ થશે…

વાલીઓએ પોતાની જવાબદારીએ બાળકોને સ્કૂલો મોકલવા પડશે…

ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો ખુલશે. ધોરણ 9થી 12 SOP પ્રમાણે શરૂ થશે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે 23મી નવેમ્બરથી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણકાર્ય શરૂ કરાશે. ધો.9થી 12નાં વર્ગો SOP પ્રમાણે શરૂ કરાશે. ભારત સરકારની SOPનું પાલન કરવામાં આવશે. જ્યારે ફાઇનલ યરની કોલેજો પણ 23મી નવેમ્બરથી શરૂ કરાશે.

આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે હવે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતી વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય પર અસર ન ઓનલાઇન લર્નિંગની વ્યવસ્થા કરી હતી. હવે જ્યારે પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે ત્યારે ફરીથી શિક્ષણ કાર્ય શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

શાળા કોલેજ યુનિવર્સિટી સંચાલકો શિક્ષણવિદો બીપીપીચર લોકો સાથે મિટિંગોનો દોર કરીને અનેક મિટીંગો કરીને સરકારે આખરી નિર્ણય કર્યો છે. દિવાળી પછી એટલે કે 23 નવેમ્બરથી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને કોલેજોમાં શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે.

અત્યારે ધોરણ ૯ થી ૧૨ ના વર્ગો ભારત સરકારની એસપી સંપૂર્ણ પાલન સાથે શરૂ કરવામાં આવશે. અને આ ઉપરાંત કોલેજ અને યુનિવર્સિટીના પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ અને પેરામેડિકલ વર્ગો શરૂ કરવામાં આવશે, તેમજ અંડરગ્રેજ્યુએટ સ્નાતક કક્ષાએ માત્ર ફાઇનલ વરસના જ વર્ગો શરૂ કરાશે. વિદ્યાર્થીની હાજરી ફરજિયાત ગણવામાં આવશે નહીં. બાકીના શૈક્ષણિક કાર્ય શરુ કરવા અંગે તબક્કાવાર યોગ્ય નિર્ણય લેવાશે.

Related posts

એનઆરસીના નવા કાયદાનો ગુજરાત કરશે સીધો અમલ : મુખ્યમંત્રી રૂપાણી

Charotar Sandesh

આંકલાવ પોલીસનો તરખાટ પાસાના અટકાયતી રામાને મોકલ્યો અમદાવાદ સેન્ટ્રલ જેલ

Charotar Sandesh

ગુજરાતની વસતી ૨૦૨૧માં વધીને ૬.૬૧ કરોડ પહોંચશે : પોપ્યુલેશન રિપોર્ટ

Charotar Sandesh