Charotar Sandesh
બોલિવૂડ

શાહરૂખ કારકિર્દીના બીજા વિકલ્પ તરીકે ડિઝાઈનિંગ પસંદ કરી શકેઃ ગૌરી ખાન

મુંબઇ : શાહરૂખ ખાન બોલીવૂડનો સુપરસ્ટાર છે, પણ છેલ્લા એક વર્ષથી એની પાસે નવી કોઈ ફિલ્મ નથી. એની પત્ની ગૌરીએ મજાકમાં એને કારકિર્દીનો બીજો વિકલ્પ આપી દીધો છે. ગૌરીએ કહ્યું છે કે જો શાહરૂખ પાસે કામ કરવા માટે કોઈ ફિલ્મ ન હોય તો એ ડિઝાઈનિંગ પસંદ કરી શકે છે.
મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન ગૌરીએ કહ્યું કે શાહરૂખની ડિઝાઈનિંગ સેન્સ જબરદસ્ત છે. હાલ એ કોઈ ફિલ્મમાં કામ નથી કરતા તો હું એમને બીજા વિકલ્પ તરીકે ડિઝાઈનિંગ ક્ષેત્રને પસંદ કરવા વિશે જણાવીશ. ગૌરીની આ કમેન્ટ પછી શાહરૂખ પણ થોડો ચૂપ રહે, એણે જવાબ આપ્યો છે, આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે મારી છેલ્લી અમુક ફિલ્મો ચાલી નથી.
ઉલ્લેખનીય છે કે, ગૌરી ખાન ઈન્ટીરિયર ડિઝાઈનર તરીકે જાણીતાં છે. ગૌરીએ હાલમાં જ મુંબઈમાં એમનાં ડિઝાઈનર સ્ટુડિયો ‘ધ ગૌરી ખાન સ્ટુડિયો’ ખાતે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે દેશના અનેક જાણીતા ઈન્ટીરિયર ડિઝાઈનર્સ તથા આર્કિટેક્ટ્‌સને આમંત્રિત કર્યા હતા. શાહરૂખ પણ એ પ્રસંગે હાજર રહ્યો હતો.
ડિઝાઈનિંગ વિશે શાહરૂખનું જ્ઞાન કેવું છે? એવું પૂછતાં ગૌરીએ હળવા મૂડમાં કહ્યું કે, શાહરૂખને ડિઝાઈનિંગનું ઘણું જ જ્ઞાન છે. અમારા ઘરમાં ડિઝાઈનિંગની વાત નીકળે ત્યારે એ ઘણા સૂચનો કરતા હોય છે.

Related posts

હિના ખાનનાં પિતાનું કાર્ડિયાક અરેસ્ટને લીધે થયું નિધન…

Charotar Sandesh

કરીના-સૈફના ઘરે આવ્યો નવો મહેમાન : કરીના કપૂર ખાન બીજા દીકરાની માં બની…

Charotar Sandesh

જાહ્નવી કપૂરની ફિલ્મ ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ નેટફ્લિક્સ પર થશે રિલીઝ

Charotar Sandesh