Charotar Sandesh
ગુજરાત

શિક્ષકો સામે રૂપાણી સરકાર ઝૂકી : ૨૪૦૦ ગ્રેડ-પે કરવાનો પરિપત્ર રદ્દ…

૪૨૦૦ ગ્રેડ-પે યથાવત્‌ રાખવાની સરકારની જાહેરાત…

ગાંધીનગર : રાજ્યના પ્રાથમિક શિક્ષકોના ગ્રેડ પેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારે પ્રાથમિક શિક્ષકોના ૪૨૦૦ ગ્રેડ પે ઘટાડવા મુદ્દે નમતું જોખ્યું છે અને ૨૪૦૦ ગ્રેડ પે કરવાનો નિર્ણય મોકૂફ કરાયો છે અને હવે ૪૨૦૦ ગ્રેડ પે યથાવત રાખવાની સરકારે જાહેરાત કરી છે. શિક્ષણ વિભાગના ઉપ સચિવ બી.વી. રાઠવાએ જૂનો પરીપત્ર રદ્દ કર્યો છે. નીતિ વિષયક નિર્ણય ન લેવાય ત્યાં સુધી પ્રાથમિક શિક્ષકોના ગ્રેડ પે ઘટાડવાનો જૂનો પરિપત્ર રદ્દ કરાયો છે. ૨૦૧૦ પછીની ભરતીના શિક્ષકોને અન્યાય થતો હતો. જેથી હવે જૂનો પરિપત્ર સ્થગિત થતાં પ્રાથમિક શિક્ષકોનો ૪૨૦૦ ગ્રેડ પે યથાવત્‌ રહેશે. જેથી રાજ્યના ૬૫૦૦૦ હજાર શિક્ષકોને ફાયદો મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષકોનાં ગ્રેડ પે મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે સરકાર દ્વારા શિક્ષણ સંઘનાં નેતાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પ્રાથમિક શિક્ષણ સંઘના નેતાઓ સાથે શિક્ષણમંત્રીએ બેઠક યોજી હતી. આ બેઠકમાં શિક્ષણ મંત્રી ઉપરાંત શિક્ષણ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ અને નાણા વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ટેક્નિકલ મુદ્દા પર ચર્ચા થઇ હતી. પ્રાથમિક શિક્ષણ વિભાગ સાથેની બેઠકમાં દિગ્વિજય સિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા. જેમાં શિક્ષણ મંત્રી સાથે ટેક્નિકલ મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. આ અંગે અગાઉ જણાવ્યું હતું કે, પરિપત્ર અંગે સરકાર બેઠક કરશે. નાણાં વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગ સાથે ફરી બેઠક ચાલુ થશે. શિક્ષણમંત્રીનો હકારાત્મક અભિગમ અને વધારે બેઠક છે. હજુ પણ એક બે બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે. જો કે બેઠક મુદ્દે ખુબ જ સકારાત્મક ચર્ચા થશે. સરકારના પરિપત્રના કારણે મુશ્કેલી પેદા થઇ છે. ૪૨૦૦ના ગ્રેડ પે માંથી ૨૮૦૦નો ગ્રેડ પે નિર્ણયનો વિરોધ પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં શિક્ષણ સંઘના બંન્ને સંગઠનોના આગેવાનો હાજર રહ્યા હતા. શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે અગાઉ પણ શિક્ષક સંઘના આગેવાનો ચર્ચા કરી ચુક્યા છે. આ બેઠકમાં મહત્વપુર્ણ ચુકાદો આવે તે અંગે સરકાર પણ ખુબ જ હકારાત્મક હોવાનું સામે આવ્યું છે.રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વર્ષ-૨૦૧૦ બાદ ભરતી થયેલા શિક્ષકોને ૯ વર્ષે મળવાપાત્ર રૂપિયા ૪૨૦૦ના ગ્રેડ-પેમાં કોઇ જ અભ્યાસ કે શિક્ષકોના મંતવ્ય લીધા વિના જ ગ્રેડ પે રૂપિયા ૨૮૦૦ કરી દેવામા આવ્યો છે. આથી રાજ્યભરના ૬૫૦૦૦ શિક્ષકોને દર મહિને પગારમાં અંદાજે ૧૦,૦૦૦નું આર્થિક નુકશાન થઇ રહ્યું છે. શિક્ષકોને થઇ રહેલા અન્યાયના મામલે છેલ્લા એક વર્ષથી લડત આપી રહ્યા છે. તેમ છતાં રાજ્ય સરકારે મગનું નામ મરી પાડતા શિક્ષકોનો રોષ સાતમાં આસમાને પહોંચ્યો હતો.

Related posts

અમદાવાદ : દર્દીઓની સારવાર કરનારા ૧૦૦થી વધુ ડોક્ટર કોરોના સંક્રમિત…

Charotar Sandesh

હોટલના માલિક પર છરીના ૨૫ ઘા ઝીંકી ૪ હુમલાખોર ફરાર

Charotar Sandesh

કોને ઓબીસીમાં સમાવવા તે રાજ્ય નક્કી કરશે નહીં કે કેન્દ્ર કે કોઈ પાર્ટીના નેતા : નીતિન પટેલ

Charotar Sandesh