Charotar Sandesh
ગુજરાત

શિક્ષણમંત્રી ચુડાસ્માને ઝટકો : ધોળકા બેઠકની ચૂંટણી રદ્દ…

૨૦૧૭ની ધોળકા વિધાનસભા ચૂંટણીમાં પોસ્ટલ મત વિવાદઃ કોંગ્રેસની અરજી પર હાઇકોર્ટનો ચુકાદો

ચુડાસમા ૨૦૧૭માં ધોળકા બેઠક પર માત્ર ૩૨૭ મતોથી જીત્યા હતા,ભાજપના કોઇ મંત્રીની ચૂંટણી જ ગેરકાયદે જાહેર કરાઇ હોવાનો પહેલો કિસ્સો, સુપ્રિમમાં પડકારાશે,બેલેટ પેપરની ગણતરીમાં ગેરરીતિનો આક્ષેપ કરાયો હતો જે આખરે સાચો ઠર્યો

ચુડાસ્માની ચૂંટણી રદ્દ કરવાનો હાઇકોર્ટનો ચુકાદો આઘાતજનકઃ નીતિન પટેલ

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં દૂરોગામી રાજકિય અસરો સર્જનાર હાઇકોર્ટના એક ચુકાદામાં સત્તાપક્ષ ભાજપને અને ખાસ કરીને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની રાજકિય કારકીર્દીને અને વ્યક્તિગત અસર કરે તેમ તેમની ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ધોળકા બેઠકનું પરિણામ અને સમગ્ર ચૂંટણીને ગેરકાયદે જાહેર કરવામાં આવતા પક્ષ અને સરકારમાં ખળભળાટ મચી ગયો હતો. અને કેન્દ્રીય મોવડીમંડળનું માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું. શિક્ષણમંત્રી હાઇકોર્ટના ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકારે તેમ છે. જો કે ભાજપ સરકારના કોઇ મંત્રીનું ચૂંટણી પરિણામ રદ્દ થયું હોય અને હાઇકોર્ટના મતે તેઓ ગેરકાયદે જીત્યા હતા એમ જાહેર કરવામાં આવે તેવું કદાજ પહેલીવાર બન્યું છે. ધોળકા બેઠકના પરિણામને પડકારનાર કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં ચુકાદો આવતાં કોંગ્રેસ છાવણીમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું.. કોંગ્રેસના નેતાઓએ ટ્‌વીટ કરીને સત્યમેવ જયતે લખીને ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા હતા. કોરોના લોકડાઉનને કારણે હાઇકોર્ટે વિડિયો કોન્ફરન્સથી ચુકાદો જાહેર કર્યો હતો. ચુકાદાના પગલે ચુડાસમા મંત્રીપદે રહી શકે નહીં. અને તેમણે તમામ સરકારી પદ ખાલી કરવા પડે.
આ સમગ્ર કેસની વિગતોમાં, ગુજરાત વિધાનસભાની ૨૦૧૭માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકા બેઠક પરથી માત્ર ૩૨૭ મતોની પાતળી સરસાઇથી જીત્યા હતા. આ મત ગણતરીમાં બેલેટ પેપરની ગણતરી કરવામાં ના આવતા સમગ્ર વિવાદ સર્જાયો હતો. . આ મામલે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે ફરિયાદ કરી હતી કે બેલેટ પેપરના ૪૨૯ જેટલા મત તેમના તરફી હતા પરંતુ ફરજ પરના ચૂંટણી અધિકારી અને અન્ય સત્તાવાળાઓ દ્વારા તેને ધ્યાને લેવામાં આવ્યા ન હતા. અને ચુડાસમાંને વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતા.
ગુજરાત વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને કોંગ્રેસના ઉમેદવાર દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. બે-અઢી વર્ષની લંબાણ સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે આજે વીડિયો કોન્ફરન્સિંગથી ચૂદાકો આપ્યો હતો. ચુકાદો ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વિરૂધ્ધમાં આવ્યો હતો અને કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. આમ ધોળકા બેઠકની ચૂંટણી રદ્દ કરવામાં આવી છે. . મતની ગણતરીને લઈ કોર્ટે અવલોકન કર્યું હતું. જેમાં કોર્ટે જણાવ્યું હતું કે, ૪૨૯ પોસ્ટલ મત ગેરકાયદે રીતે બાકાત રખાયા હતા.
અશ્વિન રાઠોડે એવો આક્ષેપ કર્યો છે કે, મતગણતરી વખતે ગણતરીમાં બેલેટ પેપરની ગણતરીમાં ગેરરીતિ આચરવામાં આવી છે, આ કારણોસર ચૂંટણી રદ્દ થવી જોઈએ તેમજ પોતાને વિજેતા જાહેર કરાવો જોઈએ એવી માંગણી રાઠોડે કરી હતી. હાઈકોર્ટે ૪૨૯ પોસ્ટલ બેલેટ રદ્દ કરવાનો નિર્ણય ગેરકાયદેસર હોવાનો ચુકાદો આપ્યો છે. પોસ્ટલ બેલેટમાં મળેલા મતમાંથી ૪૨૯ મત રદ્દ થતાં ચુડાસમાને વિજેતા જાહેર કરાયા હતા.
અશ્વિન રાઠોડે એવો આક્ષેપ કર્યો છે કે, મતગણતરી વખતે ગણતરીમાં બેલેટ પેપરની ગણતરીમાં ગેરરીતિ આચરવામાં આવી છે. આ કેસમાં બન્ને પક્ષે સાક્ષીઓની જુબાની લેવામાં આવ્યાં બાદ રિટર્નિગ ઓફિસર ધવલ જાનીની ટ્રાન્સફર કરવા હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો હતો.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા આજે ધોળકા વિધાનસભા બેઠક ની ચૂંટણી રદ કરતા ગુજરાત હાઇકોર્ટે આપેલા ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે, એમ સરકારના નાયબ સીએમ નીતિન પટેલે જાહેર કરીને જણાવ્યું હતું કે કાયદાકીય અપીલ કરીશું. અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય નેતાગીરી સાથે ચર્ચા અને માર્ગદર્શન લઈ નક્કી કરવામાં આવશે.
દરમ્યાનમાં, ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ચૂંટણી રદ્દ કરવાના ચૂકાદા બાદ ટિ્‌વટ કરી હતી. તેમણે ટિ્‌વટમાં જણાવ્યું હતું કે, ચૂંટણીના #GujaratModel નું પર્દાફાશ થયો. ગુજરાતના કાયદા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ૨૦૧૭ની ચૂંટણીની જીત ગેરકાયદેસર જાહેર કરવામાં આવી છે. એક મહત્વપૂર્ણ ચુકાદામાં ગુજરાત હાઈકોર્ટે આ નિર્ણય આપ્યો છે.
હાઈકોર્ટનો ચુકાદો જાહેર થયાની ગણતરીની મિનિટોમાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે બે ટિ્‌વટ કરી હતી. જેમાં એકમાં સત્ય મેવ જયતે અને બીજીમાં, ગુજરાતના કાયદાપ્રધાન ખોટી રીતે ચૂંટાયા હતા. ગુજરાત હાઈકોર્ટે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ચૂંટણી ગેરકાયદેસર જાહેર. ૨૦૧૭માં તેઓએ ગેરકાયદેસર જીત મેળવી હતી. એમ જણાવ્યું હતું.
ભુપેન્દ્રસિંહ ૩૨૭ મતોની પાતળી સરસાઇથી વિધાનસભાની ચુંટણીમાં ધોળકા બેઠક પર જીત મેળવી હતી. તેની સામે અશ્વિન રાઠોડે એવો આક્ષેપ કર્યો છે કે, મતગણતરી વખતે ગણતરીમાં બેલેટ પેપરની ગણતરીમાં ગેરરીતિ આચરવામાં આવી છે. આ કેસમાં બન્ને પક્ષે સાક્ષીઓની જુબાની લેવામાં આવ્યાં બાદ રિટર્નિગ ઓફિસર ધવલ જાનીની ટ્રાન્સફર કરવા હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો હતો.

Related posts

મુખ્યમંત્રી રૂપાણી-નિતીન પટેલ-પ્રદિપસિંહ હોમ કવોરન્ટાઈનમાં… ધારાસભ્ય ખેડાવાલા હોસ્પિટલમાં…

Charotar Sandesh

રાજ્યમાં મિની લોકડાઉન લંબાશે..? આજે કોર કમિટીની બેઠકમાં થઈ શકે છે આ નિર્ણય…

Charotar Sandesh

ગુજરાતમાં ચીકન લેવા બાબતે થયેલી માથાકૂટમાં દુકાનદારે ગ્રાહકની હત્યા કરી નાંખી

Charotar Sandesh