Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

શ્રીકૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે કોરોના રસીકરણ કેન્દ્ર રવિવારે પણ શરૂ રહેશે…

આણંદ : શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે રવિવારે પણ કોવિડ રસીકરણ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. આ રસીકરણ કેન્દ્ર એચ. એમ.પટેલ એકેડેમિક સેન્ટર ખાતે સવારે ૯ થી ૫ દરમિયાન ચાલુ દિવસો ઉપરાંત રવિવારે પણ કાર્યરત રહેશે. જેમાં ૬૦ વર્ષથી વધુ વયના અને ૪૫ વર્ષથી વધુ વયના ગંભીર બીમારી ધરાવતા વ્યક્તિઓને રસી આપવામાં આવશે. ગંભીર બીમારી ધરાવતા વ્યક્તિઓએ ડોક્ટરનું પ્રમાણપત્ર લાવવું જરૂરી છે. પુરાવા માટે આધારકાર્ડ અને પાનકાર્ડની કોપી સાથે લાવવાની રહેશે. રસીકરણ માટે વેબસાઈટ અથવા આરોગ્ય સેતુ એપ દ્વારા નોંધણી કરાવી શકાય છે. હોસ્પિટલમાં સીધા આવીને સ્પોટ રજીસ્ટ્રેશન દ્વારા પણ રસીકરણ કરવાની સુવિધા છે. ફક્ત રૂ.૨૫૦માં રસીકરણ કરાવી શકો છો.

આ રસીકરણ સેન્ટર ખાતે વેઈટિંગ એરિયા અને ઓબ્ઝર્વેશન રૂમની સુવિધા ઉપલબ્ધ છે. કુશળ તબીબી સ્ટાફ દ્વારા રસી આપવામાં આવશે. અને આડઅસર ન થાય તેનું સતત નિરિક્ષણ કરવામાં આવે છે. શ્રી કૃષ્ણ હોસ્પિટલ કોવિડની સારવાર અપાતું સંપૂર્ણ સુવિધાથી સજ્જ સેન્ટર છે.

Related posts

હપ્તાખોરી-ભ્રષ્ટાચાર બંધ થાય તો એક દિવસમાં દારૂબંધી થઈ શકે : અમિત ચાવડા

Charotar Sandesh

આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કલેકટર એમ.વાય.દક્ષિણીને આવેદનપત્ર અપાયું

Charotar Sandesh

આણંદ કૃષિ યુનિવર્સિટી સહિત ગુજરાતની ૬ કૃષિ યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ શરૂ થશે

Charotar Sandesh