Charotar Sandesh
ઈન્ડિયા

શ્રીનગરમાં અથડામણઃ ત્રણ આતંકી ઠાર,એક જવાન શહિદ

શ્રીનગર : શ્રીનગરમાં લાવેપોરા વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ થઇ ગઇ છે. આ અથડામણમાં એક સીઆરપીએફનો જવાન શહીદ થયો હતો જ્યારે ત્રણ આતંકીઓને સુરક્ષાદળોએ મોતને ઘાટ ઉતાર્યા હતા.
સૈન્ય સુત્રોની માનીએ તો શ્રીનગરમાં નાકા પાર્ટી ચેકિંગ અભિયાન ચલાવી રહી હતી. આ દરમિયાન એક કારમાં ત્રણ આતંકીઓએ ખુદને ફસાતા જોઇ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કર્યુ હતું. આ દરમિયાન એક સીઆરપીએફ જવાન શહીદ થઇ ગયો હતો. બીજી તરફ જવાબી કાર્યવાહીમાં ત્રણેય આતંકી માર્યા ગયા છે. હજુ પણ તેની ઓફિશિયલ પૃષ્ટી થઇ નથી. કલમ ૩૭૦ હટાવવામાં આવ્યાના છ મહિના પુરા થવા છતા ઘાટીમાં બંધનો માહોલ છે.
ઘાટીમાં ફરી એક વખત માહોલ ખરાબ કરવાના ષડયંત્ર હેઠળ સૌરા વિસ્તારમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેની હેઠળ પાંચ ફેબ્રુઆરીએ પુરી ઘાટીમાં દુકાનો બંધ રાખવા કહેવામાં આવ્યુ છે. પોસ્ટરમાં કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાન સહિત કેટલાક દેશ તરફથી પાંચ ફેબ્રુઆરીએ કાશ્મીરના સમર્થનમાં પ્રદર્શન કરવામાં આવશે. સાથે જ ચેતવણી પણ આપવામાં આવી છે કે કોઇએ દુકાન ખોલી તો તેને નુકસાન પણ ભોગવવુ પડી શકે છે. જોકે, પોલીસે પોસ્ટરને પોતાના કબજામાં લઇ લીધુ છે.
પૂંછમાં મંગળવાર સવારથી ખરાબ હવામાન વચ્ચે પાકિસ્તાની સેનાએ આતંકીઓની ઘુષણખોરી કરાવવાના ઇરાદે સેન્ય ચોકી અને ગ્રામીણ વિસ્તારના રહેણાક વિસ્તારને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતો. સેનાની જવાબી કાર્યવાહીને કારણે પાકિસ્તાનના નાપાક ઇરાદા સફળ થઇ શક્યા નહતા.

Related posts

ભાજપ અને આરએસએસની વિચારધારા દેશમાં નફરત ફેલાવી રહી છે : રાહુલ ગાંધી

Charotar Sandesh

દેશમાં ધનવાનો અને ગરીબો માટે જુદો-જુદો કાયદો ન હોઇ શકે : સુપ્રીમ

Charotar Sandesh

મુંબઇની પાસે તોફાન વચ્ચે દરિયામાં જહાજ ડૂબતાં નેવીએ ૧૭૭ લોકોને બચાવ્યા…

Charotar Sandesh