Charotar Sandesh
ઈન્ડિયા

શ્રીનગરમાં આતંકી હુમલો : બે જવાન શહિદ…

શ્રીનગર : શ્રીનગરના બહારના વિસ્તાર પરિમ્પુરામાં ગુરુવારના ક્વિક રિસ્પોન્સ ટીમ પર આતંકવાદીઓના હુમલામાં ૨ સુરક્ષાકર્મચારીઓ શહીદ થઈ ગયા છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ પરિમ્પુરા વિસ્તારના ખુશીપુરામાં સુરક્ષાદળો પર ગોળીઓ વરસાવી. સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરીને આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઑપરેશન શરૂ કરી દીધી છે.
ઘટના પર કાશ્મીરના આઈજીએ કહ્યું કે ત્રણ આતંકવાદીઓએ સેનાના જવાનો પર ગોળીબાર કર્યો, જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ૨ જવાનોના મોત થઈ ગયા છે. અત્યાર સુધીની જાણકારી પ્રમાણે આ હુમલામાં જૈશનો હાથ છે. ગોળીબાર બાદ હથિયાર બંધ આતંકવાદી કારમાં સવાર થઈને ભાગી ગયા. કહેવામાં આવે છે કે ત્રણ આતંકવાદીઓમાંથી ૨ પાકિસ્તાનના અને એક સ્થાનિક છે.
આ પહેલા ગત શનિવારના પાકિસ્તાન તરફથી સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતુ. પાકિસ્તાન તરફથી રાજૌરીના નૌશેરા સેક્ટરમાં ભારતીય સેનાની પોસ્ટને નિશાન બનાવતા ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. આ ગોળીબારમાં એક જવાન શહીદ થઈ ગયો, જ્યારે બીજો ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. આતંકવાદીઓને ઘૂસણખોરી કરાવવાના ઉદ્દેશથી પાકિસ્તાને આ વર્ષે અત્યાર સુધી ૪૧૩૭ વાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.
આ પહેલા જમ્મુ વિસ્તારમાં અનેક ઘટનાઓને આતંકવાદીઓએ અંજામ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતીય સેનાએ ગુરુવારના જમ્મુ-કાશ્મીરના નગરોટા વિસ્તારમાં ટ્રકમાં છૂપાઈમાં જઇ રહેલા ચાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ તમામ આતંકવાદીઓ જૈશ-એ- મોહમ્મદથી જોડાયેલા હતા. આ ભટના બાદ પાકિસ્તાન સતત ભારતીય સેનાને નિશાન બનાવવા ફાયરિંગ કરે છે.
જમ્મુ કાશ્મીરમાં ૨ દિવસ બાદ એટલે કે ૨૮ નવેમ્બરથી જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી પણ યોજાવવાની છે.

Related posts

રાહત : વિદેશમાં ફેલાયેલ ઓમિક્રોન વાઈરસનો એકપણ કેસ ભારતમાં હજુ સુધી નથી આવ્યો

Charotar Sandesh

ચીને જમીન નથી છીનવી તો આપણા જવાન શહીદ કેવી રીતે થયા? : રાહુલ ગાંધી

Charotar Sandesh

જી-૭ શિખર સંમેલન દરમ્યાન વડાપ્રધાન મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઇ…

Charotar Sandesh