Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : સંભવિત વાવાઝોડા “તૌકતે” સામે તંત્રની સજ્જતા : કંટ્રોલરૂમ કાર્યરત કરાયા

સ્થળાંતર, દવાખાના, કોવિડ કેર સેન્ટરો, હોસ્પિટલો માટે વ્યવસ્થા ઉર્જા વિભાગ, વન વિભાગની ટીમો કાર્યરત…

આણંદ : જિલ્લાના દરિયા કાંઠા વિસ્તારમાં સંભવિત“તૌકતે ”  વાવા ઝોડાની અસરની સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલ આગોતરા પગલાં અને વ્યવસ્થાની સમિક્ષા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જયદ્રથ સિંહ પરમાર અને જિલ્લા પ્રભારી સચિવશ્રી અવંતિકા સિંહની ઉપસ્થિતિમાં આજે સર્કિટ હાઉસ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પ્રભારી મંત્રી શ્રી જયદ્રથ સિંહ પરમારે જણાવ્યું હતુ કે ગ્રામિણ વિસ્તારોમાં  સ્થળાંતર કરવાનું થાય તો નગરિકોને સારી વ્યવસ્થા મળે તેમજ ઝાડ પડવાથી રસ્તા બંધ ન થાય તેની તકેદારી રાખવા સૂચવ્યું હતું

પ્રભારી સચિવશ્રી અવંતિકાસિંહે વાવાઝોડા દરમિયાન પવન, વરસાદના કારણે વીજ પ્રવાહ અવિરત રહે તેમજ હાલ કોરોના સંક્રમણ સમયેના કોવિડ કેર સેન્ટરો , દવાખાના , હોસ્પિટલોની ખાસ કાળજી અને વ્યવસ્થા કરવા સૂચવ્યું હતું તેમણે સરકારી  દવાખાના ઉપરનો કોરોના સંદર્ભે નો ડેટાને પણ સલામત કરવા માર્ગદર્શન કર્યું હતું.

કલેક્ટરશ્રી આર.જી.ગોહિલે જિલ્લામાં દરિયા કિનારેના ૧૫ ગામોમાં  આગામી તારીખ ૧૮/૫/૨૦૨૧ દરમિયાન હવામાન વિભાગ તરફથી “તૌકતે ” સંભવિત વાવાઝોડાની આગાહી કરવામાં આવેલ છે

આ દિવસો દરમ્યાન અતિ ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના કોઈ હોઈ ખંભાત અને બોરસદ તાલુકાના દરિયા કાંઠા વિસ્તારોના ગામોમાં અગમચેતીના ભાગરૂપે ખંભાત તાલુકાના પાંદડ, તરકપુર, મીતલી, વડગામ,  તડા તળાવ ,ગોલાણા, કલમસર, બાજીપુરા ,રાલેજ, રાજપુર, ધુવારણ ,નવી આખોલ ,જુની આખોલ, લૂણેજ અને નવાગામ બારા ઉપરાંતના વિસ્તારો માટેની વિગતો આપતા જણાવ્યું કે, ગુજરાતના અરબી સમુદ્રમાં ઉભા થયેલા “તૌકતે ” વાવાઝોડાની અસર વાળા તાલુકા અને ગ્રામિણ વિસ્તારો માટે  લાઈઝન ઓફિસર અને ગ્રામ્યસ્તર સુધી  તલાટી મંત્રીશ્રી અને કર્મચારીઓની ફરજ સૂનિશ્ચિત કરવામાં આવી છે. જિલ્લામાં તમામ અધિકારીશ્રી ઓની સંકલનની જવાબદારી આસી. કલેક્ટરશ્રી સ્નેહા ભાપકારને સોંપવામાં આવી છે.

સંભવિત વાવાઝોડા “તૌકતે ” ની અસર વાળા વિસ્તારો અને ગામોને એલર્ટ / જાગૃત કરવામાં આવ્યા છે. દરિયા કાંઠાના ગ્રામિણ વિસ્તારોમાં જરૂર પડે માણસો અને પશુઓને સ્થળાંતર કરવું પડે તો કોવિડની ગાઈડલાઈન મુજબ જ નગરિકો માટે વ્યવસ્થા કરવામાં આવશે.

ઉર્જા વિભાગની ૨૯ ટીમો , આરોગ્ય વિભાગ  કોવિડ કેર સેન્ટરો ઉપર તેમજ વનવિભાગ ની બે ટીમો ઉપરાંત કન્ટ્રોલ રૂમ કાર્યરત રહેશે તાલુકા અને ગ્રામ્ય કક્ષા એ સ્થળાંતર માટે આશ્રય કેન્દ્રો અને ફૂડ પેકેટ અને ભોજન માટે ની વ્યવસ્થા કરવામાં આવી છે આજે મળેલી બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી , મામલતદારશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

Related posts

આણંદ જિલ્લામાં કોરોનાના ટેસ્ટ સેમ્પલની ચકાસણી માટે સુરક્ષિત કેબીન મુકવામાં આવી…

Charotar Sandesh

વાસદ-તારાપુર ૪૮ કિ.મીના હાઈવેને આગામી એક માસમાં લોકાર્પિત કરાશે : નીતિન પટેલ

Charotar Sandesh

મકરસંકરાંતિ નિમિત્તે વડતાલ મંદિર દ્વારા વિદ્યાર્થીઓને પતંગ-ચીક્કીનું વિતરણ કરાયું

Charotar Sandesh