Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

સંભવિત વાવાઝોડા સામે ખંભાત-બોરસદનાં ૧૫ ગામો માટે અધિકારીઓને ફરજ સોંપાઈ…

  • કોરોના સંક્રમણ મહામારીને ધ્યાને રાખીને રાહત બચાવ સ્થળાંતરની કામગીરી કરવા તાકીદ…

  • આણંદ નગરપાલિકા દ્વારા સંભવિત વાવાઝોડા-વરસાદ સામે સાવચેત રહેવા અપીલ…

આણંદ : આગામી ૧ જૂન થી ૬ જૂન સુધીમાં વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આણંદ જિલ્લાના ખંભાત અને બોરસદ તાલુકાનાં દરિયા કાંઠાના ૧૫ ગામોમાં સિનિયર અધિકારીશ્રીઓને ગામ વાર વ્યવસ્થાપનની કામગીરી માટે  કલેકટર શ્રી આર.જી. ગોહીલે ફરજ સોંપણી કરતા આજે આદેશ કર્યો હતો.

આ ગામો પાદડ, તડકપુર, મીતલી, વણજ જૂની અખોલ, નવા ગામ બારા, રાલજ રાજપુરા, ખંભાત, કંકાપૂરા, વડગામ, વૈણજ તા.બોરસદ, કલમસર બાજીપુરા, બદલ પુર, ધુવારણનો સમાવેશ થાય છે.

આ અધિકારીશ્રીને તાત્કાલિક જે તે સોંપેલ ગામનો હવાલો સંભાળીને કોરોના સંક્રમણ મહામારી ને ધ્યાને રાખીને જે તે ગામે કામગીરી કરવાની રહેશે, વાવાઝોડા અને ભારે વરસાદનાં પગલે નાગરિકોનું સ્થળાંતર કરવાનું થાય તો સોશ્યલ ડિસ્ટન્સ અને આશ્રય સ્થાનને સંપૂર્ણ સેનેટાઇઝ કરવાનું રહેશે, ઉપરાંત નાગરિકો માટે સેનેટાઈઝની વ્યવસ્થા કરવાની રહેશે.

આશ્રય સ્થાન ઉપર પૂરતા પ્રમાણમાં માસ્ક, સેનેટાઈઝર, અને ભોજન વ્યવસ્થા કરવાની રહેશે. લાયઝન ઓફિસરોએ પોતાના ફાળવેલ ગામનો તુરંત સર્વે કામગીરી હાથ ધરી કાચા મકાનો વગેરેનો રિપોર્ટ આપવાનો રહેશે.

આ ઉપરાંત જો કોઈ હોડી બોટ દરિયા માં હોય તો તુરંત પરત કરાવવા ની રહેશે. ઊર્જા વિભાગ, વનવિભાગ અને નગરપાલિકા દ્વારા રાહત બચાવ અને વીજ પોલની કાળજી લેવી, વૃક્ષો પાડવા ની ઘટના સામે વનવિભાગ દ્વારા ટીમ તૈયાર રાખવી.

સંભવિત વાવાઝોડા-વરસાદની આગાહીના પગલે આણંદ નગરપાલિકા દ્વારા ફાયર ફાઈટરના માધ્યમથી નાગરીકોને માઈક દ્વારા સંભવિત વાવાઝોડા અને વરસાદ સામે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી.

Related posts

આણંદમાં કોરોનાના ગ્રામ્ય વિસ્તારોમાં બેકાબૂઃ ૬ ગામોમાં સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર…

Charotar Sandesh

ગુજરાતમાં ‘કાયદો-વ્યવસ્થા’ ની સ્થિતિ પડી ભાંગી : અમિત ચાવડા

Charotar Sandesh

નડિયાદ MGVCL કચેરીમાં કોરોના વિસ્ફોટ, ૨૫ કર્મચારીઓ પોઝિટિવ…

Charotar Sandesh