Charotar Sandesh
ઈન્ડિયા

સંસદમાં રાજનાથનો હુંકાર, ગલવાનમાં ભારતીય જવાનોએ ચીનને આપ્યો છે જડબાતોડ જવાબ

ન્યુ દિલ્હી : સંસદના મોનસૂન સત્રનો આજે બીજો દિવસ છે. લોકસભામાં આજે ચીન સાથે તણાવનો મુદ્દે ગૂંજશે. વિપક્ષ આ મુદ્દે સરકારને ઘેરવા માટે તૈયાર છે. સાથે જ રક્ષામંત્રી રાજનાથ સિંહ લોકસભામાં નિવેદન આપી રહ્યાં છે. જણાવી દઇએ કે વિપક્ષ સરકાર પર દબાણ કરી રહ્યુ છે કે સરકાર ચીનના મુદ્દે સત્તાવાર નિવેદન આપે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ચીન સાથેના તણાવ અંગે લોકસભામાં નિવેદન આપી રહ્યા છે. રાજનાથસિંહે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લદાખની મુલાકાતે આવ્યા અને અમારા સૈનિકોને મળ્યા. તેમણે આ સંદેશ પણ આપ્યો હતો કે તે આપણા બહાદુર સૈનિકો સાથે ઉભા છે. હું પણ લદ્દાખ ગયો અને મારા એકમ સાથે સમય વિતાવ્યો. હું તમને કહેવા માંગુ છું કે મે તેમની બહાદુરી અને પરાક્રમને અનુભવ્યું પણ છે. તમે જાણો છો કે કર્નલ સંતોષે માતૃભૂમિની રક્ષા કરતી વખતે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. લોકસભાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ દેશને ન્છઝ્રની સ્થિતિ અંગે જાણકારી આપી રહ્યાં છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ ચીન સાથે તણાવ અંગે લોકસભામાં નિવેદન આપી રહ્યાં છે.
ચીનની કોઈ પણ હરકત સરકારને મંજૂર નથી. જવાનોએ જ્યાં સંયમની જરૂર હતી ત્યાં સંયમ જાળવ્યો છે અને બહાદુરી બતાવવા સમયે દેખાડી પણ દીધું છે કે ભારતના જવાનો એ વીરતા અને પરાક્રમના પ્રતિક છે.શાંતિપૂર્ણ વાતચીતથી સમગ્ર મામલો ઉકેલાશે. ચીનને પણ ભારતના જવાનોએ સારી એવી ક્ષતિ પૂરી પાડી છે. આપણા સૈનિકોએ બલિદાન આપ્યું છે. ભારત અને ચીને પણ સંયુક્ત રીતે માન્યું છે સરહદનો પ્રશ્ન વીકટ છે. રાજનાથ સિંહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લદાખ પ્રવાસ કરી આપણા જવાનો સાથે મુલાકાત કરી. તેમણે તે સંદેશ પણ આપ્યો હતો કે તેઓ આપણા વીર જવાનો સાથે છે. મે પણ લદાખ જઇને પોતાના યુનિટ સાથે સમય પસાર કર્યો હતો. હું તે જણાવવા માગુ છું કે તેમના સાહસ, શૌર્ય અને પરાક્રમને અનુભવ્યા હતા. તમે જાણો છો કે કર્નલ સંતોષે માતૃભૂમિની રક્ષા કરતા સર્વોચ્ચ બલિદાન આપ્યુ હતુ.
સંરક્ષણ પ્રધાને કહ્યું છે કે ચીન માને છે કે પરંપરાગત લાઇન અંગે બંને દેશો જુદું જુદું અર્થઘટન કરે છે. બંને દેશો ૧૯૫૦-૬૦ના દાયકામાં આ વિશે વાત કરી રહ્યા હતા પરંતુ કોઈ સમાધાન મળ્યું નથી. ચીને ઘણા સમય પહેલા લદ્દાખની કેટલીક જમીન પર કબજો કર્યો હતો, આ ઉપરાંત પાકિસ્તાને પણ પીઓકેની કેટલીક જમીન ચીનને સોંપી હતી. આ એક મોટો મુદ્દો છે અને તેનું સમાધાન શાંતિપૂર્ણ અને વાટાઘાટોવાળું હોવું જોઈએ. સરહદ પર શાંતિ જાળવવી મહત્વપૂર્ણ છે. શાંતિ જાળવવા બંને દેશો વચ્ચે સમજૂતીઓ થઈ છે. રાજનાથસિંહે કહ્યું કે ૧૯૮૮ થી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં વિકાસ થયો. ભારતનું માનવું છે કે દ્વિપક્ષીય સંબંધો પણ વિકસી શકે છે અને સરહદ પણ સમાધાન થઈ શકે છે.
તે દ્વિપક્ષીય સંબંધો પર પણ અસર કરી શકે છે. રાજનાથસિંહે કહ્યું કે કરારમાં એવું કહેવામાં આવ્યું છે કે સીમાનું સંપૂર્ણ નિરાકરણ ન આવે ત્યાં સુધી એલએસીનું ઉલ્લંઘન કરવામાં આવશે નહીં. ૧૯૯૦ થી ૨૦૦૩ સુધી બંને દેશો વચ્ચે સર્વસંમતિ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તે પછી ચીન આ દિશામાં આગળ વધ્યું નથી. એપ્રિલ મહિનાથી લદાખની સરહદ પર ચીની સૈનિકો અને શસ્ત્રોમાં વધારો થયો હતો. ચીની સેનાએ અમારી પેટ્રોલિંગમાં અવરોધ ઉભો કર્યો, જેના કારણે આ સ્થિતિ પેદા થઈ છે. સંરક્ષણ પ્રધાને કહ્યું કે અમારા બહાદુર સૈનિકોએ ચીની સેનાને મોટું નુકસાન કર્યું છે અને સરહદની રક્ષા પણ કરી છે. અમારા સૈનિકોએ જ્યાં બહાદુરીની જરૂર હોય ત્યાં બહાદુરી બતાવી અને શાંતિની જરૂર હોય ત્યાં શાંતિ રાખી છે. રાજનાથસિંહે કહ્યું કે સરહદી વિસ્તારોમાં સૈનિકો વધુ સજાગ રહે છે અને જરૂર પડ્યે કાર્યવાહી કરી શકે છે. ભારત આપણા સરહદી વિસ્તારોમાં વિવાદોને શાંતિપૂર્ણ રીતે હલ કરવા પ્રતિબદ્ધ છે. મેં ૪ તારીખે ચીનના સંરક્ષણ પ્રધાન સમક્ષ પરિસ્થિતિ મૂકી છે. મેં એમ પણ કહ્યું હતું કે અમે આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે હલ કરવા માંગીએ છીએ. અમે એ પણ સ્પષ્ટ કર્યું કે અમે ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વની સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ.

Related posts

વૈશ્ચિક મુદ્દાઓ પર યુરોપ સાથેની બેઠક ઉત્તમ રહી : પીએમ મોદી

Charotar Sandesh

ટામેટાના વધતા ભાવ વચ્ચે કેન્દ્રએ લીધો આ મોટો નિર્ણય, ગ્રાહકોને મળશે રાહત

Charotar Sandesh

સુશાંત કેસના મામલે બિહાર અને મુંબઈ પોલીસ આમને સામને…

Charotar Sandesh