Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

સત્ કૈવલ કૉલેજ ઑફ ફાર્મસી, સારસા દ્વારા વાર્ષિકોત્સવ રીબોર્ન -21ની ઉજવણી…

આણંદ : પ. પૂ.અવિચલદાસજી મહારાજશ્રી (ગુરુજી) પ્રેરિત સત્ કૈવલ કૉલેજ ઑફ ફાર્મસી, સારસામાં તા -15/03/2021 ના રોજ વાર્ષિકોત્સવ રીબોર્ન -2021 ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પ. પૂ. અવિચલદાસજી મહારાજશ્રી (ગુરુજી), ચેરમેન એન્ડ મેનેજીંગ પાર્ટનર ઑફ વિમ્સન એરોસોલ શ્રી. ગીરીશભાઈ પટેલ તથા ડો. મીનાબેન પટેલ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય તથા ગણેશવંદનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમાં ઉપસ્થિત અતિથિનું ફૂલ અને શબ્દો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુંહતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિના હસ્તે સમગ્ર વર્ષ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પારિતોષિક આપી બિરદાવ્યા હતા. જેમા અભ્યાસ, રમત-ગમત તથા ઈતર પ્રવૃત્તિમાં અનોખું પ્રદર્શન દર્શાવનારને સર્ટિફિકેટ અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા.

ત્યારબાદ પ. પૂ. અવિચલદાસજી મહારાજશ્રીએ વિદ્યાર્થીઓને પોતાના ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિકરે અને સફળતા મેળવે તે અંગે માર્ગદર્શન અને આશીર્વચન આપ્યા હતા. શ્રી. ગીરીશભાઈ પટેલે વિદ્યાર્થીઓને તેમના પ્રતિભાવો જણાવ્યા તથા સફળતા અને વિશિષ્ટતાની ચાવી આપી. કોલૅજ ના આચાર્ય શ્રી.ડો. ભગીરથભાઈ પટેલે કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો, સ્ટાફ તથા વિદ્યાર્થીનો આભાર વ્યક્ત કર્યો તથા ઇનામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા.

શ્રી. પ્રિતેશ પટેલ દ્વારા વાર્ષિક અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો અને સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ અને કોલેજની સિદ્ધિઓ વર્ણવી હતી. કાર્યક્રમના અંતે પ્રો. જાનકી પટેલ દ્વારા આભારવિધી કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્યશ્રી ડો. ભગીરથભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

Related posts

આણંદમાં વીજળી ડુલ થતાં MGVCLની પોલ ખુલી : એકશન પ્લાન માત્ર કાગળ પર : કસ્ટમર કેર નંબર જાહેર

Charotar Sandesh

કોરોનાને કારણે ઈદે મિલાદ પર્વ પર આણંદ જિલ્લામાં કોઈ કાર્યક્રમ નહીં ઉજવાય…

Charotar Sandesh

આણંદ-ખંભાત વચ્ચે પુનઃ શરૂ થયેલ સ્પેશિયલ ટ્રેનના નામે ભાડામાં કરાયો ૧૩૩ ટકાનો વધારો

Charotar Sandesh