Charotar Sandesh
સ્પોર્ટ્સ

સપ્ટેમ્બરમાં યોજાઈ શકે છે આઇપીએલની બાકીની મેચ, ક્રિકેટ બોર્ડે આપ્યા સંકેત…

મુંબઇ : ટી ૨૦ વર્લ્ડ કપ પહેલા આઈપીએલ ૨૦૨૧ ની બાકીની મેચનું આયોજન થાય તેવી સંભાવના છે. લીગની બાકીની મેચ સપ્ટેમ્બરમાં યોજાઈ શકે છે. આઈપીએલ ૨૦૨૧ માં ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યા બાદ લીગને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે. તેવામાં ટી -૨૦ વર્લ્ડ કપ પહેલા બાકી ની મેચનું આયોજન થાય તેવા એંધાણ મળી રહ્યાં છે.
આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ભારતમાં ટી-૨૦ વર્લ્ડ કપ યોજાવાનો છે. તે સમયે તમામ વિદેશી ટીમો ભારતની જ હશે. તેવામાં જો સપ્ટેમ્બરમાં બીસીસીઆઈને વિંડો મળશે તો આઈપીએલની બાકી ની મેચનું આયોજન કરવું શક્ય છે.
બીસીસીઆઈના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર જો સપ્ટેમ્બરમાં ભારતમાં કોરોના વાયરસની સ્થિતિ નિયંત્રણમાં રહેશે તો લીગની બાકીની મેચનું આયોજન થઈ શકે છે. ભારતમાં છેલ્લા ચાર દિવસમાં કોરોના વાયરસના ચાર લાખથી વધુ કેસ આવી રહ્યા છે. હાલમાં ભારતમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ છે.
બીસીસીઆઈના અધિકારીએ એમ પણ કહ્યું હતું કે જો વિદેશી ખેલાડીઓ ઉપલબ્ધ હોય અને કોવિડ -૧૯ ની સ્થિતિ નિયંત્રણમાં હોય, તો ્‌૨૦ વર્લ્ડ કપ પહેલા ચોક્કસપણે લીગની બાકીની મેચનું આયોજન થયું શકે છે. વર્લ્ડ કપ પહેલા આ ખેલાડીઓ માટે પણ તૈયારીની સારી તક હોઈ શકે છે.
આ દરમિયાન એવા સમાચાર પણ મળી રહ્યા છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ ના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ ૧૮ જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ઇંગ્લેન્ડ પ્રવાસ કરી શકે છે. આ સમય દરમિયાન બંને ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ સાથે યુકેમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની બાકીની ૩૧ મેચ યોજવાની સંભાવના અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડના નીતિગત નિર્ણયો વિશે વાત કરી શકે છે.

Related posts

નતાસાએ હાર્દિક પંડ્યા સાથે શેર કરી તસવીર, પૂર્વ પ્રેમી અલી ગોનીએ ખાસ કૉમેન્ટ કરી

Charotar Sandesh

ઇંગ્લેન્ડના સભ્યો ગુરુવારથી પ્રેક્ટિસ કરશે : વેસ્ટ ઇન્ડિઝ ટીમનું ૧૪ દિવસનું ક્વોરન્ટાઇન પૂરું…

Charotar Sandesh

ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં ઋષભ પંતે સંભાળી કમાન, ફટકારી સદી…

Charotar Sandesh