Charotar Sandesh
ગુજરાત ટ્રેન્ડીંગ

સરકારે ત્રીજી વખત પલ્ટી મારી : પહેરવી પડશે હેલ્મેટ, પાછળ બેસનાર માટે પણ ફરજીયાત…

સરકારના વારંવારના બદલતા નિવેદનથી પ્રજા અસમંજસમાં-છૂપો રોષ : રાજ્ય સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામુ : સરકારે ફેરવી તોડયું-કહ્યું હેલ્મેટ મરજીયાત કર્યુ જ નથી…

અમદાવાદ : ગુજરાતમાં હેલ્મેટ મુદ્દે છેલ્લાં કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે. એક તરફ સરકાર જનતાને ખુશ રાખવાના અવનવા દાવપેચ અજમાવે છે, બીજી તરફ સરકાર કોર્ટ સામે કંઈક ત્રીજ જ વાત કહે છે. આ કારણે હવે હેલ્મેટ પહેરવું કે ન પહેરવું તેની મડાગાંઠમાં ગુજરાતની જનતા ફસાયેલી છે. સરકારે કુલ મળીને ત્રીજી વખત હેલ્મેટ મુદ્દે પોતાનું વલણ બદલ્યું છે. જેથી સરકાર હેલ્મેટ મુદ્દે વારંવાર બદલતા નિવેદનોથી જનતા અસમંજસની સ્થિતિમાં મુકાય છે.

સરકારે તો હેલ્મેટની કયારેય સત્ત્।ાવાર મરજીયાત હોવાની જાહેરાત કરી નથી આમ કહી હાથ ઉંચા કરી લીધા છે. ત્યારે હવે હેલ્મેટ પહેરવું એ ગુજરાતની જનતા માટે ફરજીયાત જ છે. રાજયના મહાનગરોમાં હેલ્મેટ મરજિયાત મુદ્દે સરકારે પલ્ટી મારી છે.

સરકારે હાઈકોર્ટમાં સોંગદનામુ કરતા જણાવ્યુ હતુ કે, હેલ્મેટ મરજિયાત મુદ્દે કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યુ નથી. સરકાર દ્વારા હેલ્મેટ મરજિયાત કરાયાની કોઈ સત્ત્।ાવાર જાહેરાત કરાઈ નથી. રાજયમાં હેલ્મેટ ફરજિયાત છે. હેલ્મેટને કયારેય મરજિયાત કરવામાં આવ્યુ છે. રાજય સરકારે નવા મોટર વ્હિકલ એકટ બાદ ગુજરાતમાં હેલ્મેટના કાયદાનો બહોળા પ્રમાણમાં વિરોધ થઇ રહ્યો હતો. જેને લઇને રાજય સરકારે શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવામાંથી મુકિત આપી હતી. જેને લઇને હેલમેટ મરજિયાત કરવા બદલ હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટ થઈ હતી. હેલ્મેટ મામલે રાજય સરકારને હાઈકોર્ટ દ્વારા નોટીસને આપવામાં આવી હતી. જેના જવાબમાં સરકારે સોગંદનામું રજૂ કરીને ગુજરાતમાં હેલ્મેટ પહેરવું મરજિયાત નથી કરાયું, ફરજિયાત જ છે.

સરકારે વધુમાં કહ્યું હતુ કે, પાછળ બેસનારે પણ હેલમેટ પહેરવું ફરજિયાત છે. સેન્ટ્રલ મોટર વ્હિકલ એકટ ૧૯૮૮ સેકશન ૧૨૯ મુજબ બાઇક ચલાવનાર અને પાછળ બેસનાર વ્યકિત બંનેએ હેલમેટ પહેરવું ફરજિયાત હોય છે. જેમાંથી ૪ વર્ષ સુધીના બાળકો અને સીખ સમુદાયને આ કાયદામાંથી મુકિત આપવામાં આવેલી છે. જે નિયમમાં સુધારો કરીને રાજય સરકાર દ્વારા બનાવવામાં આવેલા ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ ૧૯૮૯માં બાઇક પાછળ બેસનારી મહિલા અને ૧૨ વર્ષથી નીચેના બાળકોને હેલમેટ પહેરવામાંથી મુકિત આપવામાં આવેલી છે. અન્ય રાજયોમાં જયારે વાહન ચાલકોની સુરક્ષા હેતુ વાહન ચાલક અને પાછળ બેસવા વાળા બંનેને હેલમેટ ફરજિયાત હોઈ છે, ત્યારે ગુજરાતમાં હેલમેટ પેહરવામાંથી મુકિત કેમ આપવામાં આવી તે પણ એક સવાલ છે.

Related posts

ગુજરાતભરમાં કેવાયસીના નામે લૂંટતી કરતી ગેંગ ઝડપાઇ : ૪ની ધરપકડ…

Charotar Sandesh

ગીરની તળેટીમાં શંકર”સિંહ”ની ગર્જના…જુનાગઢમાં NCPની ધમાકેદાર એન્ટ્રી..!!!

Charotar Sandesh

કોરોના કાળમાં માસ્ક ન પહેરવાના કારણે ગુજરાતીઓએ ૨૪૭ કરોડનો દંડ ભર્યો…

Charotar Sandesh