Charotar Sandesh
ઈન્ડિયા

સરકાર પેકેજ નહી મજૂરોના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરે : રાહુલ ગાંધી

કોરોના સંકટ પર રાહુલ ગાંધીનો સરકાર પર પલટવાર…

કેન્દ્ર પેકેજના નામે શાહૂકાર જેવું વર્તન ના કરે,રસ્તે રઝળતા લોકોને ક્રેડિટ નહીં કેશની જરૂર વધુ છે,આર્થિક તોફાન હજુ આવ્યું જ નથી પણ હવે આવશે તૈયારી રાખો…

ન્યુ દિલ્હી : કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ આજે લોકલ મીડિયા સાથે વાત કરી. તેનું સ્ટ્રીમિંગ તેમની યુટ્યુબ ચેનલ પર કરાયું. તેમણે કોરોના વાયરસ લોકડાઉનની વચ્ચે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા પેકેજ પર પ્રશ્ન ઉભો કર્યો. તેમણે કહ્યું કે અત્યારે લોકોના હાથમાં પૈસા હોવા જોઇએ. રાહુલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી કે તેઓ અસ્થાયી રીતે પણ દ્ગરૂછરૂ યોજનાને લાગૂ કરે. તેમણે કહ્યું કે ડાયરેક્ટ લોકોના ખાતામાં પૈસા મોકલવા જોઇએ. તેમણે કહ્યું કે સીધા રોકડ ટ્રાન્સફર, મનરેગાના કાર્ય દિવસ ૨૦૦, ખેડૂતોને પૈસા વગેરે અંગે મોદીજી એ વિચાર કરે, કારણ કે આ બધું હિન્દુસ્તાનનું ભવિષ્ય છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે બાળકને ઇજા પહોંચે છે તો મા તેને લોન આપતી નથી પરંતુ રાહત માટે તરત મમદ કરે છે. લોનનું પેકેજ ના હોવું જોઇએ, પરંતુ ખેડૂત, મજૂરોના ખિસ્સામાં તરત પૈસા જવા જરૂરી છે. રાહુલે કહ્યું કે ડિમાન્ડને સ્ટાર્ટ કરવા માટે જો આપણે પૈસા આપ્યા નહીં તો ખૂબ મોટું આર્થિક નુકસાન થશે. તેમણે કહ્યું કે પ્રેમથી બોલી રહ્યો છું, આ પેકેજને સરકાર રિકંસીડર કરે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે અત્યારે સૌથી મોટી જરૂરિયાત ડિમાન્ડ-સપ્લાયને શરૂ કરવાની છે. તેમણે કહ્યું કે તમારી ગાડી ચલાવા માટે તેલની જરૂર હોય છે. જ્યાં સુધી તમે કાર્બોરેટમાં તેલ નાંખશો નહીં ગાડી સ્ટાર્ટ થશે નહીં. મને ડર છે કે જ્યારે એન્જિન શરૂ થશે તો તેલ ના હોવાના લીધે ગાડી ચાલશે જ નહીં. તેમણે કેરલમાં કોરોના વાયરસ પર કંટ્રોલના વખાણ કર્યા અને કહ્યું કે તે એક મોડલ સ્ટેટ છે અને બાકી રાજ્યો તેમાંથી શીખ મેળવી શકે છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે આંગળી ઉઠાવાનો સમય નથી. આજે હિન્દુસ્તાનની સામે મોટો પ્રોબ્લેમ છે અને આપણે તેને દૂર કરવાનો છે. તેમણે કહ્યું કે આ લોકો જે રસ્તા પર ચાલી રહ્યા છે તેમની મદદ આપણે બધાએ કરવાની છે. ભાજપ સરકારમાં છે અને તેમના હાથમાં સૌથી વધુ ઓજાર છે તો તેમની આ જવાબદારી બને છે. આપણે બધાએ મળીને તેની સામે લડીશું.
રાહુલે મીડિયાના વખાણ કરતાં કહ્યું કે જો તેમને પ્રવાસી મજૂરોનું સંકટ ના દેખાયું હોત તો અમે સરકાર પર દબાણ બનાવી શકત નહીં. તેમણે ૧૨મી ફેબ્રુઆરીના રોજ ટ્‌વીટ કરી સરકારને કોરોનાના ખતરાના પ્રત્યે ચેતવણી આપી હતી. શું સરકારથી ભૂલ થઇ? આ પ્રશ્ન પર રાહુલે કહ્યું કે હવે તેનો કોઇ મતલબ નથી. હું તમારી સાથે એટલા માટે વાત કરી રહ્યો છું જેથી કરીને સરકાર પર દબાણ લાવી શકું. જબરદસ્ત આર્થિક ડેમેજ થવાનું છે. તેમણે કહ્યું કે સરકારના લોકો વિપક્ષની વાત સારી રીતે સાંભળશે તો અમારી વાત માની લેશે.

Related posts

રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ કોરોના પોઝિટિવ…

Charotar Sandesh

પાકિસ્તાન તરફથી સમુદ્રી રસ્તે આતંકી હુમલાની આશંકા… નેવી હાઈ અલર્ટ પર

Charotar Sandesh

મેડિકલ સાયન્સે પણ અપનાવ્યો યોગ, ડૉક્ટર્સે પોતાનું સુરક્ષા કવચ બનાવ્યું : પીએમ મોદી

Charotar Sandesh