Charotar Sandesh
બોલિવૂડ

સલમાન ખાનની ફિલ્મ ’રાધે’નું ફર્સ્ટ સોંગ ’સીટી માર’ થયું રિલીઝ

મુંબઈ : સલમાન ખાન અને દિશા પટની સ્ટારર ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’નું ફર્સ્ટ સોંગ ‘સીટી માર’ રિલીઝ થઇ ગયું છે. મોસ્ટ અવેઈટેડ ફિલ્મના મેકર્સે અને સલમાન ખાને તેના ચાહકો માટે સોશિયલ મડિયા પર સોંગ શેર કર્યું છે. આ ફિલ્મમાં સલમાન અને દિશાની કેમેસ્ટ્રી અને ક્રેઝી મૂવ્ઝ જોવા લાયક છે. ફિલ્મ ઈદ પર ૧૩મેના રોજ થિયેટર્સમાં અને ઝીપ્લેક્સ પર રિલીઝ થશે.
‘સીટી માર’ સોંગ દેવી શ્રી પ્રસાદે કમ્પોઝ કર્યું છે, જ્યારે શબ્બીર અહમદ તેના લિરિસિસ્ટ છે. આ સોંગ ફેન્સને ઘણું ગમી રહ્યું છે. રિલીઝ થતાની સાથે જ યુટ્યુબ પર લાખો વ્યૂઝ મળી ગયા છે. ૩ કલાકમાં ૨૭ લાખ લોકોએ યુટ્યુબ પર આ સોંગ જોયું છે. આ સોંગ અલ્લુ અર્જુન અને પૂજા હેગડેની તેલુગુ ફિલ્મ ડીજેનું ઓરિજીનલ સોંગ સીટી મારની હિન્દી રીમેક છે. સોશિયલ મીડિયા યુઝર્સ ઓરિજીનલ અને રીમેક એમ બંને સોંગની સરખામણી કરી રહ્યા છે.
સલમાને સોંગનો વીડિયો શેર કરી અલ્લુ અર્જુનનો આભાર વ્યક્ત કર્યો. તેણે લખ્યું, સીટી માર સોંગ માટે થેંક્યુ અલ્લુ અર્જુન. તમારી સ્ટાઈલ, ડાન્સ બધું જોરદાર છે. સેફ રહો અને પોતાનું ધ્યાન રાખો. લવ યુ બ્રધર.
સલમાન ખાન સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’નું ટ્રેલર ગુરુવારે રિલીઝ થઇ ગયું હતું . એક્શનની ભરપૂર આ ફિલ્મ દ્વારા સલમાન ખાન એક્ટર તરીકે આશરે દોઢ વર્ષ પછી પડદા પર કમબેક કરી રહ્યો છે. છેલ્લે, તે દબંગ ૩માં દેખાયો હતો, એ ૨૦ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ આવી હતી. પ્રભુ દેવાના ડાયરેકશનમાં બનેલી રાધે ૧૩ મેના રોજ થિયેટરની સાથે ઝીપ્લેક્સ પર પણ રિલીઝ થશે.

Related posts

પંજાબના ગુરદાસપુર લોકસભાની બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને અભિનેતા સની દેઓલ બટલામાં રોશ શો કરવા આવ્યાં હતા. રાડ શો દરમિયાન એક મહિલા સની દેઓલની જીપ ઉપર પહોંચી ગઈ. સન્ની દેઓલ સાથે એ મહિલા ફોટો પડાવવા માટે કાર પર ચઢી હતી પણ સની દેઓલ સાથે જે બન્યું તેનાથી તેમને પણ આશ્ચર્ય થયું

Charotar Sandesh

‘કહાની-૩’માં તાપસી પન્નુ જોવા મળશે..?!!

Charotar Sandesh

રિયા અને શૌવિક ચક્રવર્તીને વધુ એક રાત જેલમાં રહેવુ પડશે, કોર્ટ કાલે સંભળાવશે નિર્ણય

Charotar Sandesh