Charotar Sandesh
બોલિવૂડ

સલમાન ખાને પોતાના લગ્નની તારીખ અને મહિનો કર્યો જાહેર, વર્ષ રાખ્યું બાકી

મુંબઈ : આજે અમે બોલિવૂડના દંબગ સુપરસ્ટાર સલમાનખાનના ચાહકો માટે જોરદાર અને ખુશીના સમાચાર લઈને આવ્યા છીએ. પરંતુ તેમાં માત્ર એક પ્રોબ્લેમ છે. છેલ્લા બે દશકથી હિન્દુસ્તાની ફિલ્મ ઈંડસ્ટ્રીમાં ખાસી નામના મેળવાનાર અને પોતાનો પગ જમાવ્યો તે છે સલમાનખાન. જેના લગ્નને લઈને વર્ષોથી ચર્ચા ચાલી રહી છે. ક્યારે થશે લગ્ન, આ સમાચારની રાહ ચાહકો બહુ સમયથી જોઈ રહ્યા છે.
પરંતું હવે સલમાનના લગ્નની તારીખ જાણવાનું સપનું પૂરૂ થશે. જી હાં સલમાનખાને ખુદ તેના મેરેજની તારીખ જણાવી છે. પરંતુ હવે તેમા એક પ્રોબ્લેમ એવો છે કે સલમાન ખાને લગ્ની તારીખ અને મહિનો તો જણાવી દીધો છે. પરંતુ વર્ષના બતાવ્યું.
વર્ષોથી ખુદ એકલા અને લગ્નના ઈરાદાને લઈને કરવામાં આવી રહેલા સવાલોથી દૂર ભાગી રહેલા સલમાનખાન એ સમયે દુવિધામાં પડી ગયો જ્યારે રવિવારે ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ આ જ સવાલ પુછી લીધો. જો કે સાનિયા મિર્ઝાએ આ સવાલ સલમાન ખાનથી ત્યારે પુછ્યો હતો જ્યારે તે સાનિયાની આત્મકથા એસ અગેન્સ્ટ ઓડ્‌સના વિમોચન સમારોહમાં હાજર થયો હતો.

Related posts

KBC 11 માટે રજિસ્ટ્રેશન શરૂ, બીગ બીએ પૂછ્યો આ પહેલો સવાલ

Charotar Sandesh

કંગનાએ માતા-પિતાની વેક્સિન લઈ રહેલી તસવીર કરી શેર, યુઝર્સે કહ્યુ, કોરોનાથી પણ ખતરનાક તો તુ છે

Charotar Sandesh

ધર્મા પ્રોડકશનને રાજ કુમાર રાવ સાથે કામ કરવાના અભરખાં જાગ્યાં

Charotar Sandesh