Charotar Sandesh
ઈન્ડિયા

સસ્પેન્ડ થયેલા સાંસદોના ધરણા ખતમ : વિપક્ષ ચોમાસુ સત્રનો કરશે બહિષ્કાર…

ખેડૂતોના બિલો માટેની અમારી માંગ નહિ માનવામાં આવે ત્યાં સુધી વિપક્ષ સત્રનો બૉયકોટ કરશેઃ આઝાદ

ન્યુ દિલ્હી : રાજ્યસભામાંથી સસ્પેન્ડ આઠ સાંસદો બાદ મંગળવાર (૨૨ સપ્ટેમ્બર) પણ હોબાળો ચાલુ છે. આ દરમિયાન સાંસદોએ ધરણા ખતમ કરી દીધા છે. રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલ ૮ સાંસદોએ આખી રાત ગાંધી પ્રતિમા સામે ધરણા કર્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ ગુલામ નબી આઝાદે કહ્યુ કે જ્યાં સુધી અમારા સાંસદોના સસ્પેન્શનને પાછા લેવામાં ન આવે અને ખેડૂતોના બિલો માટેની અમારી માંગો માનવામાં ન આવે ત્યાં સુધી વિપક્ષ ચોમાસુ સત્રમાંથી બૉયકૉટ કરે છે. તેમણે કહ્યુ કે સ્જીઁ માટે અમે ત્રણ શરતો રાખી છે જ્યાં સુધી તે પૂરી ન થાય આ બૉયકૉટ ચાલુ રહેશે.
ગુલામ નબી આઝાદે કહ્યુ, જ્યારે આ બિલ લાવી રહ્યા હતા ત્યારે એમએસપી એ વખતે અનાઉન્સ કરવી જોઈતી હતી પરંતુ ના કરી. સ્જીઁ બાદમાં અનાઉન્સ કરવામાં આવી જેનુ અમે સ્વાગત કરીએ છીએ. સ્જીઁ માટે અમે ત્રણ શરતો રાખી છે જ્યાં સુધી તે પૂરી ન થાય ત્યાં સુધી આ બૉયકૉટ ચાલુ રહેશે. રાજ્યસભા સાંસદ ગુલામ નબી આઝાદે કહ્યુ કે છેલ્લા બે દિવસોમાં જે સંસદમાં થયુ મને નથી લાગતુ કે તેનાથી કોઈ પણ ખુશ છે. કરોડો લોકોને જે રિપ્રેઝન્ટ કરે છે તેને કરોડો લોકો જુએ છે. જે લક્ષ્ય છે અહીં આવવાનુ તે તો પૂરુ થવુ જોઈએ.
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સૈયદ નાસિર હુસેને કહ્યુ છે કે અમે માત્ર સાંસદોનુ સસ્પેન્શન રદ નથી કરાવવા માંગતા પરંતુ અમારી એ પણ માંગ છે કે ખેડૂત બિલ પાછા લેવામાં આવે અને ફરીથી યોગ્ય મતદાન કરાવવામાં આવે. પરંતુ એ પ્રમાણેનુ કંઈ થવાનુ નહોતુ કારણકે સભાપતિ કોઈની વાત સાંભળવા માટે તૈયાર નહોતા. કોંગ્રેસે મંગળવારે (૨૨ સપ્ટેમ્બર)ના રોજ લોકસભાનુ સત્ર શરૂ થતા પહેલા પોતાના લોકસભા સાંસદોની બેઠક બોલાવી હતી. વળી, રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ૨૦ સપ્ટેમ્બરે કૃષિ બિલો પાસ થવા દરમિયાન વિપક્ષી સાંસદો દ્વારા સંસદમાં તેમની સાથે કરવામાં આવેલ અનિયંત્રિત વ્યવહાર પર એક પત્ર લખ્યો છે.
કોંગ્રેસના રાજૂ સાટવ, સૈયદ નાસિર હુસેન અને રિપુણ બોરા,તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓ બ્રાયન અને ડોલા સેન, આમ આદમી પાર્ટીના સંજયસિંહ, સીપીઆઈ-એમના કેકે રાગેશ અને એલમારામ કરીમને એક સપ્તાહ માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડુએ રવિવાર (૨૦ સપ્ટેમ્બર)ના રોજ સંસદમાં હોબાળો કરવા અને ઉપસભાપતિ હરિવંશ સાથે દૂર્વ્યવહાર કરવા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Related posts

કોરોના છેલ્લા ૧૦૦ વર્ષનું સૌથી મોટું સ્વાસ્થ્ય અને આર્થિક સંકટ : આરબીઆઇ ગવર્નર

Charotar Sandesh

વોડાફોન-આઈડીયા મુશ્કેલીમાં: રૂા.53000 કરોડની રકમ છ દિવસમાં ચુકવવાનું અશકય…

Charotar Sandesh

કોરોના ઈન્ડિયા : અત્યાર સુધી કુલ 18539 કેસ – 592 મોત થયા : 16 વિદેશી જમાતીઓ સહિત 30ની ધરપકડ…

Charotar Sandesh