Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

સાત પગલાં ખેડૂત કલ્‍યાણ અંતર્ગત આણંદ, બોરસદ અને પેટલાદ ખાતે સહાય યોજનાના લાભાર્થીઓને લાભાન્‍વિત કરાયા…

સ્માર્ટ હેન્ડ ટુલ્સ કિટ્સ, કાંટાળી તારની વાડ યોજના અને ફળ-શાકભાજીના પાકોના બગાડ અટકાવવા…
સાત પગલાં ખેડૂત કલ્યાણની યોજનાએ સાચા અર્થમાં ખેડૂતોને  આર્થિક રીતે સધ્ધર બનવામાં મદદરૂપ થશે – સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ

આણંદ : ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં રાજ્યના સંવેદનશીલ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સાત પગલાં ખેડૂત કલ્‍યાણની યોજના અમલી બનાવી છે જે અંતર્ગત આજે સમગ્ર રાજયમાં સ્માર્ટ હેન્ડ ટુલ્સ કિટ્સ, કાંટાળી તારની વાડ યોજના અને ફળ-શાકભાજીના પાકોના બગાડ અટકાવવા માટે સહાય યોજનાના લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્‍યા છે. જે ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર બનાવવામાં મદદરૂપ થશે તેમ પેટલાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આણંદના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલે કહ્યું હતું.

સાંસદશ્રીએ સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ સહાય યોજનાથી રાજ્યના  ખેત મજૂરો, સિમાંત ખેડૂતો અને મહિલાઓને ખેત કાર્યોમાં પડતો શ્રમ ઘટશે અને તેમની કાર્યક્ષમતામાં પણ વધારો થશે જેથી ખેતકાર્ય ઝડપથી, સમયસર અને ગુણવત્તાયુકત કરી શકશે જેથી ખેત મજૂરોની જરૂરિયાત તથા ખેતી કાર્યોમાં થતો ખર્ચ પણ ધટાડી શકશે તેમ જણાવી નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રીની સહાય આપવામાં આવી છે જેનાથી તેઓ ગરમી અને વરસાદથી પોતાના શાકભાજી-ફળોને બગડતાં અટકાવી શકશે તેમ ઉમેર્યું હતું.

શ્રી પટેલે રાજય સરકારના મહત્‍વના નિર્ણય સમી કાંટાવાળી તારની વાડ માટેની યોજના ખેડૂતોના મહામૂલા પાકને રોઝ અને ભૂંડના ત્રાસથી બચાવવા માટે ખેતરક્ષક સમાન બની રહેશે તેમ કહ્યું હતું.

આણંદ ખાતે  યોજાયેલ સમારોહમાં શ્રી મહેશભાઇ પટેલે જેમ એક માં પોતાના બાળકની ચિંતા કરે છે તેવી જ રીતે રાજ્યની સંવેદનશીલ સરકાર પણ રાજ્યના ખેડૂતોની નાનામાં નાની બાબતોની ચિંતા કરી રહી છે અને તેના ભાગરૂપે જ આજે નાના વેપારીઓ કે જેઓ લારીમાં શાકભાજી-ફળ વેચતા હોય તેમના માલને ગરમીથી કે વરસાદથી બગડી ન જાય, નાના ખેડૂતને ખેત કાર્યમાં ઓછા શ્રમ કાર્યએ સારૂ ઉત્પાદન મળે અને ભૂંડ, રોજડા જેવા જાનવરો પાકને નુકશાન ન કરે તે માટે તારની વાડ બાંધવાની સહાય અમલી બનાવી છે તેમ જણાવ્યું હતું.

શ્રી મહેશભાઈ પટેલે તત્‍કાલિન મુખ્‍ય મંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ કિસાનોના હિતાર્થે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી કિસાનોને પૂરતા પ્રમાણમાં પાણી, ખાતર અને વિજળી મળી તેવી સુવિધાઓ ઉપલબ્‍ધ બનાવી છે તેમ જણાવી રાજયના મુખ્‍ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી કિસાનોના હિત માટે કામ કરી રહ્યા છે જેના ભાગરૂપે મુખ્‍ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાત પગલાં ખેડૂત કલ્‍યાણની યોજના અમલમાં મૂકીને કિસાનોને આત્‍મનિર્ભર બનાવવા તરફ આગળ વધી રહ્યાં છે.

બોરસદ ખાતે યોજાયેલ સમારોહમાં ખંભાતના ધારાસભ્ય શ્રી મહેશભાઈ રાવલે રાજ્ય સરકાર ખેડૂતોની, પીડીતોની, શ્રમિકોની અને ગરીબોની સરકાર છે. આ સરકાર જનતાની આકાંક્ષા-અપેક્ષા પ્રમાણે કામ કરતી સરકાર છે. તેમ જણાવી દેશની જનતાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર ઉપર વિશ્વાસ મૂક્યો છે તેને પરિપૂર્ણ કરવા અમારી સરકાર લોકોના હિતમાં કામ કરી રહી છે. તેમ જણાવ્યું હતું.

ધારાસભ્યશ્રીએ અગાઉ ખેડૂતોના અથાગ પ્રયત્નો હોવા છત્તા પણ સારૂં ઉત્પાદન મળતું ન હતું પરંતું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલના સતત ખેડૂતના હિતલક્ષી સાત પગલાં ખેડૂત કલ્યાણ જેવી યોજનાના પ્રયત્નોથી ખેડૂતોના પ્રશ્રોનું પણ નિરાકરણ આવે તે માટે સરકાર કટીબધ્ધ છે.

આણંદના કલેકટ શ્રી આર.જી. ગોહિલે સાત પગલાં ખેડૂત કલ્‍યાણની યોજના અંગે જિલ્‍લાના ખેડૂતોને આ યોજનાઓનો વધુને વધુ પ્રમાણમાં લાભ લેવાનું જણાવી રાજય સરકારે કિસાનોને વિકાસનો નવો રાહ ચીંધ્‍યો છે ત્‍યારે જિલ્‍લાના ખેડૂતોએ હવે પુરૂષાર્થ કરી દેશના અને રાજયના અન્‍ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડે તેમ જણાવ્‍યું હતું.

આજે આણંદ, પેટલાદ અને બોરસદ ખાતે યોજાયેલ સાત પગલાં ખેડૂત કલ્‍યાણના અંતર્ગત સ્માર્ટ હેન્ડ ટુલ્સ કિટ્સ, કાંટાળી તારની વાડ યોજના અને ફળ-શાકભાજીના પાકોના બગાડ અટકાવવા માટે સહાય ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે ચૂકવવામાં આવી હતી.

આ પ્રસંગે આણંદ, પેટલાદ અને બોરસદ ખાતે અમરાઈ વાડીના ધારાસભ્ય શ્રી જગદિશભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી સી.ડી. પટેલ, પૂર્વ ધારસભ્ય શ્રી સંજયભાઈ પટેલ, કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ નિયામક શ્રી હરેશભાઈ પટેલ  નાયબ પશુપાલન અધિકારી ડૉ. સ્‍નેહલ પટેલ, જિલ્‍લા ખેતીવાડી અધિકારી શ્રી ચિંતન પટેલ, નાયબ બાગાયત અધિકારી સ્મિતાબેન, આત્‍માના શ્રી પી. બી. પરમાર, અગ્રણીઓ અને લાભાર્થી ખેડૂતો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ડાકોર : લોકડાઉન બાદ મંદિર ખુલશે પણ નિયમોનું પાલન કરવું ફરજિયાત… તૈયારીઓ શરૂ…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા આજથી તમામ ગંજ બજારોમાં બંધ રહેશે…

Charotar Sandesh

કોરોના રસીકરણ મહાઅભિયાનનો આણંદથી પ્રારંભ કરાવતા સાંસદ મિતેષભાઇ પટેલ…

Charotar Sandesh