Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

સાબરમતી આશ્રમથી આરંભાયેલી દાંડીયાત્રાએ આણંદ જિલ્‍લામાં પ્રવેશ કર્યો : ભવ્‍ય સ્‍વાગત કરાયું

  • બોરીયાવી ગામે દાંડીયાત્રિકો આવી પહોંચતા કૃષિ રાજય મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમાર સહિત જિલ્‍લા વહીવટીતંત્ર અને ગ્રામજનો દ્વારા ભવ્‍યાતિભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું…
  • આ દાંડી યાત્રા ચાર દિવસ આણંદ જિલ્‍લાના વિવિધ ગામોમાંથી પસાર થશે…
  • દાંડી યાત્રિકો તા.૨૦મીના રોજ કંકાપુરા ખાતેથી હોડીમાં બેસી મહીસાગર નદીને પાર કરી ભરૂચ જિલ્‍લામાં પ્રવેશ કરશે…

આણંદ : આઝાદીનો અમૃત મહોત્‍સવની ઉજવણી અંતર્ગત તા.૧૨મી માર્ચના અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડી યાત્રા આજે તા. ૧૬મીના રોજ પાંચમા દિવસે ખેડા જિલ્‍લાના નડીઆદ ખાતેથી પ્રસ્‍થાન થઇને ઉત્તરસંડા થઇ આણંદ જિલ્‍લાના બોરીયાવી ખાતે પ્રવેશ કરતાં જિલ્‍લા વહીવટી તંત્ર અને ગ્રામજનો દ્વારા ભવ્‍યાતિભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

પાંચમા દિવસના વહેલી સવારે નડીઆદના સુપ્રસિધ્‍ધ સંતરામ મંદિર ખાતેથી પ્રસ્‍થાન થયેલ દાંડીયાત્રાનું નડીઆદના રાજમાર્ગો સહિત માર્ગમાં આવતાં ઉત્તરસંડા અને ભૂમેલ ખાતે પણ ગ્રામજનોએ રસ્‍તાની  બન્ને બાજુએ હરોળમાં ઉભા રહીને દાંડીયાત્રિકો પર પુષ્‍પવર્ષા કરી હતી.  જયારે આ યાત્રિકોનું ડીજે, બેન્‍ડ, ઢોલ-નગારાની સાથે દેશભકિતના ગીતો અને મહાત્‍મા ગાંધી અમર રહોના નાદથી સ્‍વાગત કરીને  વાતાવરણને દેશભકિતમય બનાવી દીધું હતું. જયારે ઉપસ્‍થિત વહીવટી તંત્રના અધિકારીઓ સહિત ગ્રામજનો દેશભકિતના રંગે રંગાયા હતા.

બોરીઆવી ગામે દાંડી યાત્રા આવી પહોંચતા કૃષિ રાજય મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમારે દાંડી યાત્રિકોનું સ્‍વાગત કરી તેમની સાથે વિશ્રામ સ્‍થળ સુધી પગપાળા જોડાયા હતા અને સૌનું અભિવાદન ઝીલ્‍યું હતું.

બોરીયાવી ગામે દાંડીયાત્રિકો આવી પહોંચતા બોરીયાવી ગામમાં પૂ. મહાત્‍મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી શ્રધ્‍ધાસુમન અર્પણ કર્યા હતા.

બોરીયાવી ગામે દાંડી યાત્રા આવી પહોંચતા જિલ્‍લા કલેકટર શ્રી આર. જી. ગોહિલ, જિલ્‍લા વિકાસ અધિકારી
શ્રી આશિષકુમાર સહિત ગામના અગ્રણીઓ અને નાગરિકો દ્વારા દાંડી યાત્રિકોનું સુતરની આંટીથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

બોરીયાવી ખાતે દાંડી યાત્રિકો આવી પહોંચ્‍યા બાદ તેઓનું ભવ્‍ય સ્‍વાગત અને સન્‍માન કરાયા બાદ દાંડી યાત્રિકોના માટે ઉભા કરવામાં વિશ્રામ સ્‍થળ પ્રાથમિક કુમાર શાળા ખાતે દાંડી યાત્રીકોએ ભોજન લીધા બાદ વિશ્રામ કર્યો હતો.

Related posts

આણંદ પીપલ્સ મેડીકેર સોસાયટી સંચાલિત કોલેજ દ્વારા ‘વર્લ્ડ કૅન્સર ડે’ ની ઉજવણી કરવામાં આવી…

Charotar Sandesh

અમુલના કરોડો રૂપિયાના ચીઝ કૌભાંડ મામલે વાઈસ ચેરમેન સહિત છ સભ્યોએ કાર્યવાહીની માંગ કર્યા બાદ ચૂપકીદી કેમ..?

Charotar Sandesh

અમૂલની પશુપાલકોને મોટી ભેટ : પ્રતિકિલો ફેટે ૧૦ રૂ.નો વધારો કર્યો…

Charotar Sandesh