Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

સામરખા એક્સપ્રેસ હાઈવે પાસે શાકભાજીની આડમાં હેરાફેરી થતો ૩.૬૦ લાખનો વિદેશી દારૂ ઝડપાયો…

આણંદ : આણંદ રૂરલ પોલિસ સ્ટાફે બાતકી હકીકત આધારે સામરખા એક્સપ્રેસ હાઈવે ઉપર વડોદરાથી અમદાવાદ જતા રોડ ઉપર રેલ્વે નાળા નજીક એક અશોક લેલન ગાડીમાંથી શાકભાજીની આડમાં હેરાફેરી થતો ૩.૬૦ લાખનો વિદેશ દારૂ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

કુલ બોટલ નંગ ૮૭૦ જેની કુલ કિ. ૩,૬૦,૯૪૦ તથા ગાડી કિ.રૂ. ૧૭,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૨૦,૬૦,૯૪૦ નો મુદ્દામાલ મળી આવેલ…

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જિલ્લામાં વિદેશી દારૂ જેવી પ્રવૃત્તિ અટકાવવા સારૂ પોલિસ મહાનિરીક્ષક અમદાવાદ રેંજ તથા અજીત રાજીયાણ પોલિસ અધિક્ષક નાઓએ સુચના કરેલ હોય તે અનુસંધાને બી.ડી.જાડેજા ના.પો.અધિ. આણંદ ડીવી. નાઓના માર્ગદર્શન તથા પો.સબ.ઈન્સ. આઈ.એન.ધાસુરા નાઓના હુકમથી એએસઆઈ યશપાલસિંહ તથા અપો.કો. રાજેશભાઈ મૂળજીભાઈ નાઓ સામરખા આ.પો. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે સામરખા એક્સપ્રેસ હાઈવે ઉપર વડોદરાથી અમદાવાદ જતા રોડ ઉપર રેલ્વે નાળા નજીક એક અશોક લેલન ગાડીને અકસ્માત થયેલ છે. જે હકીકત આધારે સદર જગ્યાએ જઈ તપાસ કરતા એક અશોક લેલન ગાડી રજીસ્ટ્રેશન નંબર વગરની જેમાં શાકભાજી ભરેલ હોય, જેની આડમાં ગાડીમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ શાકભાજીની બેગો નીચે સંતાડી રાખેલ મળી આવેલ. જે તમામ કુલ બોટલ નંગ ૮૭૦ જેની કુલ કિ. ૩,૬૦,૯૪૦ તથા ગાડી કિ.રૂ. ૧૭,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૨૦,૬૦,૯૪૦ નો મુદ્દામાલ મળી આવેલ અને આરોપી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર કરતા ગાડી પલટી ખાઈ જતા ગાડી મુકી નાશી ગયેલ હોય જે બાબતે આણંદ રૂરલ પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

Related posts

પેટલાદમાં ૬ વર્ષના બાળકનું અપહરણ કરનાર શખ્સ કપડવંજથી ઝડપાયો…

Charotar Sandesh

આણંદ ખાતે પોષણ પાંખવાડિયાની ૮ થી ૨૨ માર્ચ દરમ્યાન ઉજવણી કરાશે…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં કોરોના હાંફ્યો : આજે ૫૧ કેસો નોંધાયા, સામે સાજા થનારાઓની સંખ્યા વધુ…

Charotar Sandesh