Charotar Sandesh
બોલિવૂડ

સારાએ કહ્યું સુશાંત ડ્રગ્સ લેતો હતો, મેં નથી લીધું, યુવરાજસિંહે વ્યક્ત કર્યો ગુસ્સો…

મુંબઈ : અભિનેત્રી સારા અલી ખાને શનિવારે એનસીબીની પૂછપરછ દરમિયાન ડ્રગ્સ લીધુ હોવાની મનાઈ કહી હતી.તેણે દોષનો ટોપલો સુશાંતના માથે ફોડતા કહ્યું હતું કે સુશાંત ડ્રગ્સ લેતો હતો. હવે સુશાંત આ દૂનિયામાં છે નહીં કે તે પોતાનો બચાવ કરે. એવામાં તેના નજીકના મિત્ર હવે સારાના આરોપ ઉપર પ્રતિક્રિયા કરી રહ્યા છે. યુવરાજસિંહ સુશાંતના એક નજીકના મિત્ર છે અને કેટલીક વાર તેણે અભિનેતાનો બચાવ કરતા પણ જોવા મળ્યો છે. હવે ફરી એક વાર તેણે સુશાંતનો સપોર્ટ કર્યો છે.
એક ખાનગી ઈન્ટરવ્યુંમાં યુવરાજસિંહે સારાના નિવેદનને લઈને ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમની નજરમાં સારાએ સુશાંત ઉપર ડ્રગ્સ લેવાની વાત કહી માત્ર પોતાનો બચાવ કરવાની કોશિશ કરી છે. તે કહે છે કે હવે આ લોકો સુશાંત ઉપર ડ્રગ્સ લેવાનો આરોપ લગાવી રહ્યા છે. આ લોકો એવી રીતે કહી રહ્યા છે કે જાણે તેણે તો કંઈ ખોટું કર્યું જ નથી. આ તો માત્ર મજાક બનીની રહી ગયું છે. માત્રને માત્ર આ વિવાદ ઉપર પરદો નાખવાના પ્રયત્નો કરી રહ્યા છે.
આ સેલિબ્રિટીઓને દ્ગડ્ઢઁજી અભિનેતાની ગંભીરતાની સંપૂર્ણ જાણકારી છે. યુવરાજસિંહ સુશાંતો એ જ મિત્ર છે જેણે ત્યાં સુધી કહ્યું હતું કે અભિનેતાના શરીર ઉપર ચોટના નિશાન હતા. તેણે દાવો કર્યો હતો કે સુશાંત આત્મહત્યા ન કરી શકે. એવામાં હવે તેમનું સારા પર નિશાન સાધવુ યોગ્ય છે. આમ તો સુશાંતના વધુ એક મિત્ર કહ્યું હતું કે અભિનેતાની હત્યા થઈ છે. તેણે પણ કહ્યું હતું કે તેણે ૯ જુને સુશાંતની સાથે ફોન ઉપર વાત કરી હતી અને ત્યારે તે એકદમ નોર્મલ હતો.

Related posts

અયોધ્યામાં અક્ષયકુમારે ફિલ્મ ‘રામસેતુ’નું શૂટિંગ શરૂ કર્યું, શેર કર્યો ફર્સ્ટ લુક…

Charotar Sandesh

ડ્રગ્સ કેસમાં દીપિકા, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને એનસીબીએ પાઠવ્યા સમન્સ

Charotar Sandesh

ફિલ્મ ચેહરેમાં અમિતાભ બચ્ચનનો ફર્સ્ટ લૂક જાહેર

Charotar Sandesh