Charotar Sandesh
બોલિવૂડ

સારા અલી ખાને ક્લાસિકલ ડાન્સનો થ્રોબેક વીડિયો શૅર કર્યો…

મુંબઇ : સારા અલી ખાને હાલમાં જ ઈન્સ્ટાગ્રામમાં ઓડિસી ક્લાસિકલ ડાન્સનો જૂનો વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તે બ્રેક લીધા વગર ઓડિસી ડાન્સની પ્રેક્ટિસ કરતી જોવા મળી હતી. આ વીડિયો ૧૧ મિનિટથી લાંબો હતો. સારાએ આ વીડિયો શૅર કરીને સારાએ ઉત્કલ દિવસ (ઓરિસ્સા દિવસ)ની શુભકામના પાઠવી હતી.

સારાએ વીડિયો શૅર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે બટ્ટુ…હેપ્પી ઉત્કલ દિવસ. ઉલ્લેખનીય છે કે પહેલી એપ્રિલના રોજ ઉત્કલ દિવસ એટલે કે ઓરિસ્સા સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પહેલી એપ્રિલ, ૧૯૩૬માં ઓરિસ્સા, બિહાર રાજ્યથી અલગ થયું હતું. વીડિયોમાં સારા અલી ખાને પીંક તથા વ્હાઈટ કોટન ચુડીદાર કુર્તા પહેર્યો છે. તે દરેક સ્ટેપ એકદમ પર્ફેક્ટ રીતે કરે છે. આટલું જ નહીં તે અઘરા સ્ટેપ્સ પણ એકદમ સરળતાથી કરતી જોવા મળે છે.
સારા અલીનો આ વીડિયો જોયા બાદ ચાહકોએ તેની ડાન્સિંગ સ્કિલ્સના ભરપૂર વખાણ કર્યાં હતાં. એક ચાહકે સવાલ કર્યો હતો કે એવી કોઈ વસ્તુ છે, જે સારા ના કરી શકતી હોય?

લૉકડાઉનને કારણે સારા અલી હાલમાં રોજ ઘરે રહીને વર્કઆઉટ કરે છે. સારા નિયમિત રીતે જીમમાં જતી હતી પરંતુ હાલમાં તે ટ્રેનર સાથે ઓનલાઈન ટ્રેનિંગ લઈને ઘરમાં એક્સરસાઈઝ કરે છે.

Related posts

અંકિતા લોખંડેના ઘરે આવ્યા બે નાના મહેમાન…!!

Charotar Sandesh

દયાભાભીએ અધધધ… ૭૦ લાખની કાર ખરીદી…!!

Charotar Sandesh

બાહુબલી ફિલ્મની ફેમ અભિનેત્રી તમન્ના ભાટિયા થઇ કોરોના સંક્રમિત

Charotar Sandesh