Charotar Sandesh
ગુજરાત

સીઆર પાટીલની દેશના સૌથી પ્રભાવશાળી સાંસદ તરીકે પસંદગી કરાઈ…

નવસારી : નવસારી સાંસદ સીઆર પાટીલ ગુજરાત પ્રદેશ ભાજપના ૫ મહિના પહેલા અધ્યક્ષ બન્યાં હતાં. પાટીલની દેશના સૌથી પ્રભાવશાળી સાંસદ તરીકેની પસંદગી થઈ છે. ફેમ ઈન્ડિયા મેગેઝિન અને એશિયા પોસ્ટ એજન્સી દ્વારા કરવામાં આવેલા સંયુક્ત સર્વેમાં ચંદ્રકાંત રઘુનાથ પાટીલ દેશના સૌથી પ્રભાવશાળી સાંસદમાં સૌથી ટોચના ક્રમે આવ્યા છે.
સી આર પાટીલ પ્રથમ એવા ભાજપના પ્રમુખ છે જે નોન ગુજરાતી છે. રાજકારણમાં પ્રથમ પેઢીના એટલે કે રાજકીય ભૂતકાળ ન ધરાવતા પાટીલ પરિવારમાંથી ઉછરીને આવેલી ચંદ્રકાંત રધુનાથ પાટીલનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હોય પણ તેમનું શિક્ષણ સુરતમાં થયું છે. તેઓ ૧૯૭૫માં પિતાના પગલે પોલીસ બેડામાં ભરતી થયા હતા. જો કે રાજકીય ગુણો ધરાવતાં અને સામે પાણીએ તરવામાં માહેર સીઆર પાટીલે પોલીસનું યુનિયન બનાવવા પ્રયત્ન કર્યો હતો. જો કે તેમાં તેઓ ફાવ્યા નહી અને બરતરફ થયા હતા. બાદમાં તેમણે રાજકીય ક્ષેત્રે સંઘર્ષ કર્યો હતો. જેમાં તેઓ ત્રણ વખત સાંસદ બનવાથી લઈને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ બન્યાં છે.
જન્મે મહારાષ્ટ્રીયન પણ સુરતમાં આઈ.ટી.આઈ.ફીટર સુધીનું શિક્ષણ મેળવનારા સીઆર પાટીલ પોલીસ ખાતામાંથી નીકળ્યા. ૧૯૮૯માં સીઆર પાટીલની રાજકીય આલમમાં એન્ટ્રી થઈ. એ વખતે કાશીરામ રાણાનો સુરતમાં દબદબો હતો. તેઓ ભાજપનું સંગઠન મજબૂત બનાવતા હતાં. સીઆર તેમની સાથે જોડાઈ ગયા અને કાશીરામ રાણાના ખાસ વિશ્વાસુ બની ગયા હતાં. કાશીરામ રાણા પાસેથી જ તેઓએ સંગઠનના ગુણો શીખ્યા હોવાનું તેમના નજીકના લોકો કહી રહ્યાં છે.

Related posts

શામળાજી બાદ હવે અંબાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો સાથે મંદિરમાં નહીં મળે પ્રવેશ…

Charotar Sandesh

ગુજરાતમાં માસ્કના દંડમાં રાહત આપવાની તૈયારીમાં રુપાણી સરકાર : દંડ ૫૦૦ કરવા તૈયાર…

Charotar Sandesh

ફેબ્રુઆરીમાં ટ્રમ્પ ભારત આવશે : અમદાવાદમાં ‘હાઉડી મોદી’ જેવો કાર્યક્રમ…

Charotar Sandesh