Charotar Sandesh
સ્પોર્ટ્સ

સીએસકે પ્લેઓફમાંથી બહાર થતાં સાક્ષીએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ…

દુબઈ : હાલમાં યુએઈમાં રમાઈ રહેલી આઈપીએલ ૨૦૨૦ સિઝન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે અત્યાર સુધીની સૌથી ખરાબ સિઝન સાબિત થઈ છે. પ્રથમ સુરેશ રૈના અને હરભજન જેવાં દિગ્ગજ ખેલાડીઓએ રમવાનો ઈન્કાર કર્યો. અને બાદમાં માહીની આગેવાનીવાળી સીએસકે આ સિઝનમાં સતત ખરાબ પર્ફોર્મન્સ આપતી રહી. જેના કારણે હવે નોબત એ આવી છે કે, આઈપીએલના પ્લેઓફમાંથી સીએસકે બહાર ફેંકાઈ ગયું છે. જે બાદ ધોનીનું દર્દ પણ છલકાઈ આવ્યું છે, તો સાક્ષીએ પણ ભાવુક થઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. ધોનીએ મેચ બાદ કહ્યું હતું કે, સારું પ્રદર્શન ન કરવા પર દુઃખ થાય છે. ટુર્નામેન્ટમાં અમારા અંતિમ દર્દનાક ૧૨ કલાક બચ્યા છે. અમને તેની પૂરી મજા લેવાની છે. તેનાથી કોઈ ફરક પડતો નથી કે પોઈન્ટ ટેબલમાં અમે ક્યાં છીએ. જો તમે ક્રિકેટની મજા લઈ રહ્યા નથી તો તે ક્રૂર અને દર્દનાક થઈ શકે છે.
હું મારા યુવા ખેલાડીઓના પ્રદર્શનથી ખુશ છું. આ પરફેક્ટ પ્રદર્શનમાંથી એક હતું. તમામે રણનીતિ પર અમલ કર્યો. અમે વિકેટ લીધી અને તેઓને ઓછા સ્કોર પર રોક્યા. તો ધોનીની પત્નીએ સાક્ષીએ પણ ટ્‌વીટ કરીને એક કવિતા લખી છે. જેમાં લખ્યું છે કે, આ ફક્ત એક ગેમ છે. કોઈ પણ હારવા નથી માગતું. પણ બધા જીતી શકતા નથી. અમુક જીતે છે અને અમુક હારે છે. અમુક થોડું ગુમાવી છે પણ તે ફક્ત એક ખેલ છે. જ્યાં એક દિલ જીતનો જશ્ન મનાવી રહ્યું છે, તો બીજું તૂટી રહ્યું છે. આટલાં વર્ષો વીતિ ગયા, અમે મોટી જીત પણ જોઈ અને હાર પણ. પોતાની ભાવનાઓને ખેલભાવના પર હાવી થવા દેજો નહીં. તમે ત્યારે પણ વિજેતા હતા, તમે આજે પણ વિજેતા છો.
અસલી યોદ્ધા લડવા માટે જ જન્મે છે. તે અમારા દિમાગ અને દિલમાં હંમેશા સુપરકિંગ્સ બનીને રહેશે. આઈપીએલ ૨૦૨૦માં રાજસ્થાન રોયલ્સની મુંબઈ ઈન્ડિયન્સ સામે જીતની સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઓફમાં જવાની સંભાવના પૂરી રીતે ખતમ થઈ ગઈ છે. ઝ્રજીદ્ભએ ૧૨ મેચ રમી છે અને તેમાં ૮માં હારનો સામનો કરવો પડ્યો છે. પોઈન્ટ ટેબલમાં ચેન્નાઈના હાલ ૮ અંક છે અને તેની ૨ મેચ હજુ બાકી છે. જો તે બંને મેચ જીતી પણ જાય છે તો તેના પોઈન્ટ ૧૨ જ રહેશે. રાજસ્થાનની ટીમ મુંબઈ સામે જો પોતાનો મુકાબલો હારી જાય છે. તે તેના પણ ૮ જ અંક થતા, પણ તેવામાં ચેન્નાઈની પાસે પ્લેઓફ માટે અન્ય ટીમો પર નિર્ભરતા રહેતી, પણ તેવું થઈ શક્યું નહીં.

Related posts

ઈંગ્લેન્ડના ફેન્સ ક્લબે વોર્નરની મજાક ઉડાવી, ફોટા પર ‘ચીટ્‌સ’ લખ્યું

Charotar Sandesh

કોરોના વાયરસ ખતમ થયા પછી પંજાબ પરત ફરશે અને ખેડૂત બનશેઃ હરભજન સિંહ

Charotar Sandesh

ધોની ક્રિકેટની રમતનો દિગજ્જ, તેનાં અનુભવથી ટીમ શ્રેષ્ઠ લયમાં : કોહલી

Charotar Sandesh