Charotar Sandesh
ઈન્ડિયા

સીબીએસઈની ૧૨મી ની પરીક્ષા મુલતવી અને ૧૦ માની પરીક્ષા રદ…

ન્યુ દિલ્હી : દેશમાં કોરોનાવાયરસ મહામારીએ ભારે આકરો હુમલો કરી દીધો છે અને લગભગ દરેક રાજ્યમાં પરિસ્થિતિ બગડી રહી છે ત્યારે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ૧૨ ની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે અને દસમીની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ દ્વારા આજે બપોરે આ મુજબની જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણય જાહેર કરતાં પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષણ મંત્રી અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો સાથે લાંબી મંત્રણા કરી હતી અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
કોરોનાવાયરસ મહામારી ભયંકર રીતે ફેલાઇ ગઇ છે ત્યારે વિદ્યાર્થીઓને બચાવવા માટે પરીક્ષા માટે અત્યારે યોગ્ય સમય નથી. મોટાભાગના શિક્ષણવિદો એ પણ વડાપ્રધાનને આ મુજબના સૂચન કર્યા હતા.
જોકે એ પહેલા દિલ્હી સહિત અનેક રાજ્યોના મુખ્ય મંત્રીઓ દ્વારા એવી માગણી ભારપૂર્વક કરવામાં આવી હતી કે સીબીએસઈ બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ ફેરવી નાખવો જોઇએ.
ત્યાર બાદ આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષણ મંત્રી તેમજ અન્ય નિષ્ણાંતો સાથે બેઠક કરી હતી અને તેમાં કલાકો સુધી મંત્રણા ચાલી હતી અને તેમાં ઉપર મુજબનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વડાપ્રધાને કાર્યક્રમમાં ફેરફારને મંજૂરી આપી દીધી હતી અને ત્યાર બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ બપોરે સત્તાવાર જાહેરાત કરી દીધી હતી.
આ પહેલાના કાર્યક્રમ મુજબ બોર્ડની ૧૦મા ની પરીક્ષા ચોથી મે થી ૭ જૂન વચ્ચે થવાની હતી અને બારમાની પરીક્ષા ચોથી મેથી ૧૫ જૂન સુધી ચાલવાની હતી. દેશભરના લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં સામેલ થતા હોય છે પરંતુ અત્યારે કોરોનાવાયરસ મહામારીનું ઉગ્ર સ્વરૂપ હોવાથી આ પ્રકારે પરીક્ષા યોજી શકાય એમ નથી.

Related posts

પવારનો ‘પાવર’ : દેવેન્દ્ર ફડણવીસનું રાજીનામું, મહારાષ્ટ્રમાં ‘ઠાકરે રાજ’

Charotar Sandesh

ઉકળતા પાણીમાં કોરોના વાયરસ સંપૂર્ણપણે નાબૂદ થાય છે : રશિયન વૈજ્ઞાનિકોનો દાવો…

Charotar Sandesh

માલ્યા, મોદી, ચોકસીની ૯૩૭૧ કરોડની સંપત્તિ સરકારી બેન્કોને ટ્રાન્સફર કરાઇ…

Charotar Sandesh