ગાંધીનગર : ૩૧ ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવનાર છે, ત્યારે પીએમની ગુજરાત મુલાકાતને લઈને ઉચ્ચ અધિકારીઓની બેઠકોનો દોર શરૂ થયો છે. પીએમ મોદીના ૩૧ ઓક્ટોબરના ગુજરાત પ્રવાસમાં અનેક મોટો પ્રોજેક્ટોનો પ્રારંભ કરાવી શકે છે, જેમાં પીએમ મોદીના હસ્તે સી-પ્લેન સુવિધાનો પ્રારંભ થઈ શકે છે. અમદાવાદમાં સી-પ્લેન પ્રોજેક્ટને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદના આંબેડકર બ્રિજ પાસે સી પ્લેન માટે ૧ એકર જમીન ફાળવાઈ છે. આ પ્રોજેક્ટને લગતી હાલ કામગીરી હાથ ધરવામાં આવી છે. રિવરફ્રન્ટ પર ડોમ અને સિક્યુરીટી ગોઠવાઈ ગઈ છે. સુત્રોથી મળેલી માહિતી અનુસાર પીએમ મોદી ૩૧ ઓક્ટોબરે ગુજરાતમાં આવનાર ત્યારે તેઓ સી-પ્લેનમાં મુસાફરી કરવાના છે. પીએમ મોદી કેવડિયાથી રિવરફ્રન્ટ સી-પ્લેનમાં આવશે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, શહેરના આંબેડકર બ્રિજ પાસે સી પ્લેન માટે ૧ એકર જમીન ફાળવવામાં આવી છે. રિવરફ્રન્ટ પર ડોમ ઉભો કરી સિક્યોરિટી અને બાઉન્સર ગોઠવ્યા છે.
આ સાથે જ શેડ ઉભો કરી જેસીબીની મદદથી જમીન સમતલ કરવાની કામગીર હાથ ધરાઈ રહી છે. તેમજ પ્રોજેક્ટને લગતી અન્ય કામગીરી પણ હાથ ધરાઈ રહી છે.સી-પ્લેન માટે રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સી-પ્લેનની કવાયત હાથ ધરવામાં આવશે. આ સિવાય શેત્રુંજ્ય ડેમ, રોઈમાં પણ સી-પ્લેન ચાલુ કરવા કવાયત હાથ ધરવામાં આવશે. પીએમ કેવડિયાથી સી-પ્લેનમાં રિવરફ્રન્ટ આવી શકે છે. સી પ્લેન માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ટીમ ગુજરાતની મુલાકાતે પણ આવી હતી. આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં સી-પ્લેન સેવા ૩૧મી ઓક્ટોબરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થઈ શકે છે.
અમદાવાદ રિવરફ્રન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને શેત્રુંજય ડેમ, ધરોઈમા ૩૧મી ઓક્ટોબરે સી પ્લેન ચાલુ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૩૧ ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવશે. કાર્યક્રમના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સી-પ્લેન દ્વારા પ્રધાનમંત્રી અમદાવાદ રિવરફ્રન્ટ આવી શકે છે. તેના માટે અત્યારથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ સી-પ્લેન સેવા સંદર્ભે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને ગાંધીનગરમાં રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને ચર્ચા વિચારણા પણ કરી હતી.