Charotar Sandesh
સ્પોર્ટ્સ

સુપર સિક્સ ફોર્મેટ આધારે રમાશે મેચ, ટુર્નામેન્ટમાં ૧૪ ટીમો રમશે…

ક્રિકેટ વર્લ્ડ કપને લઈને મોટો બદલાવ…

ન્યુ દિલ્હી : ક્રિકેટ વર્લ્ડ કપને લઈને ફરી એકવાર મોટો બદલાવ આવ્યો છે. આ બદલાવ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) તરફથી કરવામાં આવશે. જાણકારી મુજબ એકવાર ફરીથી આ ટુર્નામેન્ટમાં ૧૪ ટીમો ભાગ લેશે. અને રાઉન્ડ રોબીનની જગ્યાએ સુપર સિક્સ ફોર્મેટના આધારે વર્લ્ડકપ રમાશે. આઈસીસી આ ફોર્મેટ ૨૦૨૭ વર્લ્ડકપમાં લાગુ કરશે.
વર્ષ ૨૦૦૩ વર્લ્ડ કપમાં સુપર સિક્સ ફોર્મેટનો ઉપયોગ થયો હતો. તો વર્ષ ૨૦૧૯ વર્લ્ડકપમાં આઈસીસીએ રાઉંડ રોબિન ફોર્મેટ અપનાવ્યું. જેમાં ૧૦ ટીમોએ ભાગ લીધો અને એક ટીમને ૯ મેચ રમવા મળી. એક રિપોર્ટની માનવામાં આવે તો આઈસીસીની બેઠકમાં વર્ષ ૨૦૧૫, ૨૦૧૯ અને ૨૦૦૩ની સુપર સિક્સ મોડલ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં એ વાત સામે આવી કે ૧૦ ટીમના મોડેલોમાં સૌથી વધુ સફળતા મળી હતી. જ્યારે કે વર્ષ ૨૦૧૫ ના મોડેલમાં સૌથી ઓછો ફાયદો થયો છે. તો સુપર સિક્સ મોડલ બંનેની વચ્ચે રહ્યું હતું. અહેવાલમાં જણાવાયું છે કે ઇંગ્લેન્ડ વર્લ્ડ કપની ૧૦ ટીમો સુધી સીમિત રાખવાના પક્ષમાં નહોતું.
સુપર સિક્સ મોડલમાં ૧૪ ટીમો બે ગ્રૂપમાં વહેંચવામાં આવી હતી. બંને ગ્રૂપમાં એક ટીમ ૬-૬ મેચ રમતી હતી. બંને ગ્રૂપની ટોપ ૩ ટીમો સુપર સિક્સ રાઉન્ડમાં પહોંચે છે. જે ટીમ પહેલા રાઉન્ડમાં વધારે મેચ જીતે છે તેને સુપર સિક્સ રાઉન્ડમાં ફાયદો થાય છે. કારણ કે વધુ મેચ જીતવાને કારણે તેમનો આંક આગળના રાઉન્ડમાં પણ ગણવામાં આવે છે. સુપર સિક્સ સ્ટેજમાં એક ટીમ અન્ય પાંચ ટીમો સામે રમે છે. અને તે પછી અંકોના આધારે ટોપ ૪ ટીમ સેમીફાઈનલમાં જગ્યા બનાવે છે. સુપર સિક્સ ફોર્મેટમાં વર્લ્ડ કપમાં કુલ ૫૪ મેચ હોય છે. જ્યારે ૨૦૧૯માં ૪૮ મેચનું જ આયોજન થયું હતું.
વર્લ્ડકપ ૨૦૦૩માં ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબજ શાનદાર રહ્યું હતું. ટીમ ઈન્ડિયા ફાઈનલ સુધી પહોંચી હતી. લીગ સ્ટેજ અને સુપર સિક્સમાં શાનદાર પ્રદર્શન પછી ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં કેન્યાને હરાવ્યું હતું. પરંતુ ફાઈનલ મુકાબલામાં તેણે ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

Related posts

કોહલીએ બુમરાહને ટેસ્ટ ચેમ્પિયનમાં એકો ગણાવ્યો, રહાણેની પ્રશંસા કરી…

Charotar Sandesh

હાર્દિક પંડ્યાએ ધોની, કોહલીને નહીં રોહિત શર્માને બેસ્ટ કેપ્ટન ગણાવ્યો…

Charotar Sandesh

ઓલિમ્પિક ક્વોલિફાયર માટે મેરી કોમ-નિખત ઝરીન વચ્ચે ટ્રાયલ મેચ રમાઈ શકે…

Charotar Sandesh