Charotar Sandesh
ઈન્ડિયા

સુપ્રીમનો કેન્દ્રને આદેશ : ૨ દિવસની અંદર દિલ્હીની ઓક્સિજનની તંગી દૂર કરો…

ન્યુ દિલ્હી : દિલ્હી સહિત દેશના અનેક ક્ષેત્રમાં ઓક્સિજનની ભારે તંગીની વાત સામે આવી રહી છે જેને લઈ સુપ્રીમ કોર્ટ એક્શનમાં આવી ગઈ છે. સુપ્રીમ કોર્ટે આ મામલે જાતે જ સંજ્ઞાન લઈને કેન્દ્રને નિર્દેશ આપ્યો છે કે, તે દિલ્હીને પડી રહેલી ઓક્સિજન તંગીની સમસ્યા ૨ દિવસમાં ઉકેલી દે.
કોર્ટના કહેવા પ્રમાણે દિલ્હીને ઓક્સિજન સપ્લાયમાં જે તંગી પડી રહી છે તેને ૩ મેની રાત કે તેના પહેલા જ પૂરી કરી દેવી જોઈએ. વધુમાં કોર્ટે કેન્દ્રને ૪ દિવસની અંદર ઈમરજન્સી સ્ટોક્સ તૈયાર કરી દેવા પણ કહ્યું હતું. જે દૈનિક વસ્તુઓ છે અથવા તો રાજ્યો માટે ઓક્સિજન સપ્લાયની જે નીતિ છે તેને ફરી તૈયાર કરવી જોઈએ.
કેન્દ્ર હાલ પોતે ૫૦ ટકા વેક્સિન ખરીદે છે, બાકી ૫૦ ટકા વેક્સિનને કંપનીઓ સીધી જ રાજ્યો અને ખાનગી સંસ્થાનોને વેચી શકે છે. જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને જસ્ટિસ એસ રવીંદ્ર ભટ્ટે કહ્યું- બંધારણમાં આપવામાં આવેલા અધિકારોમાં લોકોને જીવવાનો અધિકાર અને તેમાં સ્વાસ્થ્યનો અધિકાર સંકળાયેલો છે, તેને સ્પષ્ટ રીતે નુકસાન પહોંચાડી રહ્યાં છો.
કેન્દ્ર અને રાજ્ય કોરોનાનું સંક્રમણ રોકવા માટે લોકડાઉન લગાવવા પર સતત વિચાર કરી રહ્યાં છે. કોર્ટ નબળા તબક્કા પર પડનાર લોકડાઉની સામાજિક-આર્થિક અસરથી વાકેફ છે. એવામાં જો સંક્રમણ રોકવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવે છે તો એ પહેલા આ તબક્કાની જરૂરિયાતોને પુરી કરવા બાબતે ધ્યાન આપવું જોઈએ.
હોસ્પિટલ લોકલ આઈડી પ્રુફના નામે દર્દીઓને દાખલ કરવા અને જરૂરી દવાઓ આપવાથી ઈન્કાર ન કરે. કેન્દ્ર હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવાના મુદ્દે બે સપ્તાહમાં નેશનલ પોલીસી બનાવે. આ પોલીસીને તમામ રાજ્યોએ માનવી પડશે.
કેન્દ્ર વેક્સિન નિર્માતાઓને વ્યાજબી ભાવ કરવાનું કહે. તમામ વેક્સિન પોતે ખરીદે અને તે પછી રાજ્યો માટે તેનું એલોટમેન્ટ અને ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે. કેન્દ્ર રાજ્યોને વેક્સિન નિર્માતાઓની સાથે ભાવ પર વાતચીત માટે કહી રહી છે. કેન્દ્રનો તર્ક એ છે કે તેનાથી હરીફાઈ વધશે અને ખાનગી કંપનીઓ માર્કેટમાં આવશે. તેનાથી વેક્સિનનું પ્રોડક્શન પણ વધશે, જોકે એવું કરવું ૧૮-૪૪ વર્ષ સુધીના લોકો માટે નુકસાન દાયક નીવડશે. આ ઉંમરના ઘણા લોકો નબળા તબક્કાના છે, જેમના માટે વેક્સિનની કિંમત ચૂકવવાનું પણ શકય નથી.
ઓક્સિજન અને બેડ્‌સની અછતને લઈને ગત શુક્રવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું હતું- ખાનગી કંપનીઓ એ નક્કી કરશે નહિ કે કોને કેટલી વેક્સિન આપવામાં આવે. તેમને આ બાબતની આઝાદી ન આપવામાં આવે. જોકે મુદ્દો એ છે કે કેન્દ્ર પોતે જ શાં માટે વેક્સિન ખરીદતુ નથી, કારણ કે રાજ્યોને એક સરખી રીતે વેક્સિન આપવા માટે તે સારી પોઝિશન પર છે.

Related posts

ભારતમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા ૧૪૩ થઈ

Charotar Sandesh

મુકેશ અંબાણી સતત ૧૩મા વર્ષે દેશના સૌથી ધનિક વ્યક્તિ બન્યા…

Charotar Sandesh

યુવા સાંસદથી લઈને સોનિયા ગાંધીના સલાહકાર સુધી, અહેમદ પટેલની રાજકીય સફર…

Charotar Sandesh