Charotar Sandesh
ગુજરાત

સુરતના કલેક્ટરની અપીલ, ઓક્સિજન ડિમાન્ડ વધશે તો વ્યવસ્થા મુશ્કેલ બનશે…

સુરત : સુરતની સિવિલ ના કોવિડ કેર સેન્ટર પર દર ૫ મિનિટમાં ૫ ૧૦૮ એમ્બ્યુલન્સ આવી રહી છે. આ આંકડાઓ સતત વધી રહ્યા છે. સુરતમાં અગાઉ જે પરિસ્થિતિ હતી તેવી જ પરિસ્થિતિ હાલ છે. આમાં સુરત મનપા ક્યાંય ને ક્યાંક આંકડા છુપાવતી હોઈ તેવું લાગી રહ્યું છે. ત્યારે સુરતના કલેક્ટરનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સુરતમાં હવે ઓક્સિજન ડિમાન્ડ વધશે તો વ્યવસ્થા મુશ્કેલ બનશે. તેથી ઓક્સિજનના લીકેજ બગાડ અટકાવી ઓક્સિજનનો સંયમિત વપરાશ કરવા અપીલ કરી છે.

સુરતના કલેક્ટર ડો. ધવલ પટેલે લોકોને ચેતવ્યા કે, ઓક્સિજન જેટલો બચે એટલી કરો. રોજના ૨૦૦ ટનના ઓક્સિજનનો વપરાશ છે. ઓક્સિજન રિફીલિંગ કરવામાં મોટાભાગે વેસ્ટ થતો હોય છે. તેથી લોકોને અપીલ છે કે, સપ્લાયર આ બાબતનુ ધ્યાન રાખો. સુરતમાં હવે ઓક્સિજન ડિમાન્ડ વધશે તો વ્યવસ્થા મુશ્કેલ બનશે. તેથી ઓક્સિજનનો બગાડ અટકાવીને ઓક્સિજનનો સંયમિત વપરાશ કરવા સુરતના કલેક્ટરે અપીલ કરી છે.
હાલમાં સુરતભરમાં ૨૦૦ ટનથી વધુ ઓક્સિજનની ડિમાન્ડ છે. આવામાં ઝી ૨૪ કલાક દ્વારા રિયાલિટી ચેક કરાયું હતું. જેમાં પણ ઓક્સિજનનો વેડફાટ થતો હોવાનું સામે આવ્યું હતું. રિફિલિગ દરમિયાન ઓક્સિજનનો બગાડ થાય છે.

Related posts

દ.ગુજરાતમાં ખેડૂતોના હાલ બેહાલ, વાવાઝોડાના લીઘે ખેતીને ૩૦૦ કરોડનું નુકસાન…

Charotar Sandesh

વિદેશ મોકલવાના બહાને ગોંધી રખાયેલા ૧૫ ગુજરાતીઓને પોલીસે દિલ્હીથી બચાવ્યા

Charotar Sandesh

યુવાઓ જાગે : વિદેશમાં નોકરીની લાલચ આપી ગોંધી રાખેલા યુવાનનું ભારત લાવી પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ

Charotar Sandesh