Charotar Sandesh
ગુજરાત

સુરતમાં રસી લેનારા દર એક હજારમાંથી માત્ર ૯ લોકો કોરોના સંક્રમિત…

સુરત : સુરત શહેરમાં હેલ્થવર્કર્સ, ફ્રન્ટલાઈનર્સ અને ૪૫ થી વધુની ઉંમરના કુલ ૭.૪૮ લાખ લોકોએ વેક્સિન મૂકાવી હતી. જેમાંથી કુલ ૭૨૧૩ લોકોને એટલે કે રસી લેનારા દર હજારમાંથી માત્ર ૯ લોકોને કોરોના થયો હોવાનું પાલિકાના અધિકારીનું કહેવું છે. જો કે, વેક્સિન લીધી હોવાના કારણે ૭૨૧૩માંથી એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. બીજી તરફ, રાજયભરમાં સુરતમાં કો-વેક્સિનનો ડોઝનો સૌથી વધુ ૩૧ ટકા બગાડ થયો છે જયારે કોવિશિલ્ડનો ચાર ટકા બગાડ થયો હતો. શનિવારથી ૧૮ થી ૪૫ વર્ષના લોકો માટે ૫૦ કેન્દ્ર ખાતેથી રસીકરણ કરવામાં આવશે. ઓછામાં ઓછા ૭૫૦૦ અને વધુમાં વધુ રસી મૂકવાનો અંદાજ પાલિકાએ વ્યકત કર્યો છે.
શનિવારે રસીકરણ માટે જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે તમામ સરકારી કેન્દ્રો ખાતે કરાઈ છે. ખાનગી હોસ્પિટલોએ વેક્સિન મૂકવી હશે તો ડાયરેકટ કંપનીઓ પાસેથી હવે ખરીદવી પડશે. રાજ્ય સરકાર દ્વારા ૧૮થી ૪૫ વર્ષના લોકો માટે રસીનો જથ્થો પ્રાઈવેટ હોસ્પિટલોને આપશે નહીં.
૧ મેથી યુવાવર્ગ માટે વેક્સિનેશન તબક્કાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે સરકારી કચેરીઓમાં પણ ફરજિયાત વેક્સિનેશન માટે હવે કડકપણે સૂચના અપાઇ છે. વેક્સિન નહીં લેનાર ૫૦થી ૬૦ ટીઆરબીને જ્યાં સુધી વેક્સિન ન લે ત્યાં સુધી ડ્યુટી પોઇન્ટ ફાળવવામાં ન આવે તેવી શુક્રવારે મૌખિક સૂચના પણ અપાઇ છે. વેક્સિન લીધા વગર બે દિવસથી ફરજ ઉપર આવતાં ટીઆરબીને ડ્યૂટી પર હાજર હોવા છતાં ગેરહાજરી મુકી પરત ઘરે મોકલી દેવામાં આવી રહ્યા છે.
ટ્રાફિક બ્રિગેડ (ટીઆરબી)ના ૧૪૭૦ જેટલા માનદ સેવકોને પણ ૧૦૦ ટકા વેક્સિનેશનની સૂચના અપાઇ હતી. હજુ ૫૦થી ૬૦ ટીઆરબીએ વેક્સિન ન લીધી હોવાથી વિભાગમાં નારાજગી ફેલાઇ હતી. ટ્રાફિક એડમિન એન્ડ પ્લાનીંગ એસીપી અશોકસિંહ ચૌહાણે જણાવ્યું છે કે, સરકારના નિયમ પ્રમાણે વેક્સિન લેવા જવાનોને તાકીદ કરી છે. વેક્સિન ન લે તો માનદ સેવા પણ નહીં લેશું.

Related posts

કોરોનાને પગલે માર્ચને બદલે મે મહિનામાં યોજાશે ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા…

Charotar Sandesh

ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ભાજપના નાકમાં દમ કરી દીધો છે : શિવસેના

Charotar Sandesh

વડોદરામાં જલ-સે-નલ યોજના અંતર્ગત ગેરકાયદે કનેક્શનની સામે માત્ર ૮૩૪ અરજીઓ આવી…

Charotar Sandesh