Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરતમાં હવે સ્મશાનગૃહમાં મૃતદેહ ગણવાની કામગીરી શિક્ષકોને સોંપાઇ…

સુરત : સુરતમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર બની ગઇ છે અને રોજ સંખ્યાબંધ મોત થઈ રહ્યા છે. જેને કારણે મહાનગર પાલિકાના કર્મચારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો પર એક નવી જવાબદારી સોંપવામાં આવી છે. પાલિકાએ કર્મચારીઓના ઓર્ડર સ્મશાન માં કર્યા છે જ્યાં ૨૪ કલાક ફરજ બજાવીને મૃતદેહની ગણતરી કરવી પડશે.
સુરતમાં કોરોના ના કારણે મૃત્યુ પામેલા દર્દી તથા કોરોના ની ગાઈડ લાઈન પ્રમાણે વૃદ્ધોની થયેલી અંતિમવિધિ ના આંકડા વચ્ચે ભારે વિસંગતતા છે. આ અંગે વિવાદ થતાં હવે મહાનગરપાલિકાએ સ્મશાનગૃહમાં કર્મચારીઓને બેસાડવાનો નિર્ણય કર્યો છે.
મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા સ્મશાનગૃહમાં કર્મચારીઓની ૬-૬ કલાકની ડ્યુટી રાખવામાં આવી છે. સ્મશાનના જે કર્મચારીઓ હોય તે મૃતદેહની નોંધણી કરતા જ હોય છે તેમ છતાં મહાનગર પાલિકાના કર્મચારી અને શિક્ષકો ને સ્મશાનમાં ડ્યુટી આપતા વિવાદ ઉભો થયો છે. સુરતના સ્મશાનમાં કોરોના ની ગાઈડ લાઈન પ્રમાણે અનેક મૃતદેહના અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે તેવામાં અહીં ફરજ બજાવતા કર્મચારીઓને સંક્રમણ થાય તેવી ભિતી વધી ગઈ છે. સુરત મહાનગર પાલિકાના કર્મચારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોને રાઉન્ડ ધ ક્લોક ૨૪ કલાક સ્મશાનની ડ્યુટી કરવાની રહેશે

Related posts

કેવડિયા નેશનલ પ્રિસાઇડીંગ કોન્ફરન્સ માટે રાષ્ટ્રપતિ ગુજરાત આવશે…

Charotar Sandesh

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ૭૫૦૦ બેઠકો પર વિજય મેળવવાનો ટાર્ગેટ…

Charotar Sandesh

નીતિનભાઇ, તમે રસી લીધી એટલે હવે અમે ય રસી લઇ લઇશું : અમિત ચાવડા

Charotar Sandesh